AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ધીરે ધીરે અંત તરફ જઇ રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ
Gujarat Corona Update (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:43 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની(Corona)  ત્રીજી લહેર ધીરે ધીરે અંત તરફ જઇ રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં 366 કેસ સામે આવ્યા અને 2 દર્દીઓનાં મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 211 નવા કેસ નોંધાયા અને 5 દર્દીઓના મૃત્યુ થયા છે.સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 73 નવા મામલા સામે આવ્યા અને 3 લોકોનાં નિધન થયા છે.રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 46 નવા કેસ મળ્યા અને એક વ્યક્તિનું નિધન થયું.ગાંધીનગરમાં 36 નવા દર્દી અને એકનું મોત થયું તો મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ કોરોનાથી એક-એક દર્દીનું નિપજ્યું છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 16 લોકોનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,838 પર પહોંચી ગયો છે.તો પાછલા 24 કલાકમાં 2,454 દર્દી સાજા થયાં છે…અત્યાર સુધીમાં 11 લાખ 95 હજાર 295 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11 હજાર 995 એક્ટિવ કેસ છે, જેમાંથી 77 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11 હજાર 118 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

આ પણ વાંચો :  ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને લઇને કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ, આંદોલનની ચીમકી

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">