ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને લઇને કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ, આંદોલનની ચીમકી

ગુજરાતમાં વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કહ્યું કે કચ્છનું અદાણી પોર્ટ ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ જતા રાજ્યનું યુવાધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 6:02 PM

ગુજરાતમાં(Gujarat)  વિધાનસભા કોંગ્રેસ(Congress)  પક્ષે રાજ્ય સરકાર પર ડ્રગ્સની(Drugs)  હેરાફેરીને લઇને ગંભીર આરોપો કર્યા છે. જેમાં વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં 215 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. તેમ છતા તપાસ કરવામાં આવતી નથી.રાઠવાએ ઉમેર્યુ કે કચ્છનું અદાણી પોર્ટ ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બન્યું છે. ત્યારે સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ જતા રાજ્યનું યુવાધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યું છે.રાઠવાએ ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર દ્વારા ડ્રગ્સની બદીને નાબુદ નહી કરાય તો કૉંગ્રેસ દ્વારા આંદોલનાત્મક લડાઈ લ઼ડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો 1,600 કિમીનો દરિયાકિનારો આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય ડ્રગ માફિયાઓ માટે આશીર્વાદમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગે છે જેઓ તેનો ઉપયોગ દેશમાં નાર્કોટિક્સ ઘુસાડવા માટે કરી રહ્યા છે. ગુજરાત પોલીસે વર્ષ 2021માં રૂ. 1,617 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે – જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, અત્યાર સુધીમાં 67,304 કિલોગ્રામ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની જપ્તી ગયા વર્ષના રૂ. 195 કરોડની કિંમતની 12,458 કિલોગ્રામની જપ્તી કરતાં ઓછામાં ઓછી 800 ગણી વધારે છે.

ગુજરાતમાં ગત વર્ષે જપ્ત કરાયેલા ડ્રગ્સમાં ગાંજો, અફીણ, ચરસ, હેરોઈન તેમજ મેથેમ્ફેટામાઈન અને મેફેડ્રોન જેવી સિન્થેટીક દવાઓનો સમાવેશ થાય છે. આ જપ્ત દેશની સૌથી મોટી માદક દ્રવ્યોની જપ્તી સિવાય છે કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર પર 3,000 કિલો હેરોઈનનું કન્સાઈનમેન્ટ વર્ષે સપ્ટેમ્બર 2021માં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા ઝડપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Junagadh: કેશોદના મઢડામાં સોનલધામના બનુમાનું નિધન, આજે સમાધી અપાશે

આ પણ વાંચો :  Ahmedabad : ડોર ટૂ ડોર યુઝર્સ ચાર્જમાં વધારાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">