Breaking News : ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વધુ 2 જિલ્લાનું સંગઠન વિખેરી નાખ્યું, જાણો કોણ બન્યા વડોદરા અને ખેડાના નવા પ્રમુખ કોણ
ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વધુ 2 જિલ્લાનું સંગઠન વિખેરી નાખ્યું છે. સી આર પાટીલે વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખોને દૂર કર્યા છે. આ પહેલા બનાસકાંઠા અને દ્વારકા જિલ્લા પ્રમુખ બદલવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ધારાસભા ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એકશનમાં આવ્યા છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વધુ 2 જીલ્લા નું સંગઠન વિખેરી નાખ્યું છે. સી આર પાટીલે વડોદરા અને ખેડા જિલ્લા પ્રમુખોને દૂર કર્યા છે. આ પહેલા બનાસકાંઠા અને દ્વારકા જિલ્લા પ્રમુખ બદલવામાં આવ્યા હતા. હવે કરજણના માજી ધારાસભ્ય સતિષભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ બન્યા છે. તો ખેડા જિલ્લાના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને બનાવવામાં આવ્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પક્ષને મજબુત કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરે છે. જેના માટે તેઓ પક્ષમાં અનેક ફેરફાર કરવા માટે પણ જાણીતા છે. ત્યારે ફરી એક વાર સી આર પાટીલ દ્વારા ભાજપના વડોદરા અને ખેડા જિલ્લાના પ્રમુખોને દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હવે કરજણના માજી ધારાસભ્ય સતિષભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપના નવા પ્રમુખ બન્યા છે. તો ખેડા જિલ્લાના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને બનાવવામાં આવ્યા છે. ખેડા અને વડોદરા સંગઠનમાં ખૂબ જ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો. જો કે ભાજપના આંતરિક વિખવાદ ક્યારેય ઉડીને સામે આવતા નથી.
જો કે જે રીતે સંગઠન વિખેરવામાં આવી રહ્યા છે. તેની પાછળના કારણોમાં ક્યાંક ચૂંટણીના પરિણામોમાં 2-3 બેઠકો આવી છે. જો કે બાકીની જે બેઠકો ગુમાવવી પણ પડી છે, એટલે કે ચૂંટણીના સમયમાં કામગીરીને લઇને જે ફરિયાદો હતી. તે તમામ કારણોના કારણે સંગઠન વિખેરવામાં આવ્યુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
ભાજપ દ્વારા સંગઠનમાં સારુ કામ કરે તેવા વ્યક્તિઓને વધુ પ્રભુત્વ આપવામાં આવે છે. આમ અત્યાર સુધીમાં ચાર જિલ્લાનું સંગઠન ભાજપ દ્વારા વિખેરવામાં આવ્યુ છે. અગાઉ ભાજપની સતાવાર યાદી મુજબ દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખોએ તેમની જવાબદારી સંભાળવાની વ્યક્તિગત કારણોસર અનિચ્છા વ્યક્ત કરાતા આ પગલુ લીધુ હતુ.
આ વર્ષે ભાજપના સંગઠનની મુદત પુરી થઈ છે. રાજકોટમાં શહેર પ્રમુખ સહિતના પદાધિકારીની મુદત લંબાવાઈ હતી. ઉપરાંત આ કાર્યવાહી ફકત બે જિલ્લા પુરતી જ મર્યાદીત રહે છે કે અન્ય જિલ્લા-મહાનગરોમાં પણ નવુ સંગઠન આવશે તે અંગે ભાજપમાં ચર્ચા શરુ થઈ છે.