Gujarat Assembly Election 2022: ભાજપની યાદીને લઈને મહત્વના સમાચાર, આજે જાહેર નહીં થાય ભાજપના ઉમેદવારો
ભાજપની યાદીને લઈને મહત્વના સમાચાર, આજે જાહેર નહીં થાય ભાજપના ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં છે. ભાજપની યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે . જેમાં ભાજપના ઉમેદવારો પર મંથન કરવામાં આવશે તેમજ આજે ઉમેદવારોની યાદી જાહેર નહિ થાય. તેમજ 10 નવેમ્બરના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં આજે નવી દિલ્હી ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું હતું. જેમાં મોડી રાત્રે ઉમેદવારોના નામની જાહેરાત થવાની શકયતા હતી.
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક સી.આર.પાટિલના આવાસ પર થઈ હતી. ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.