રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

રાજ્યના સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ (Government Employee) અને અધિકારીઓ ઉપરાંત એટલીજ સંખ્યામાં પેન્શનરો પણ માંગણી માટે ટ્વીટર પોસ્ટ કરશે.

રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા વિવિધ મંડળોને રુપરેખા મોકલાઇ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 15, 2022 | 11:57 PM

બુધવારથી ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી (Government Employee)ઓ અને અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર (Government of Gujarat) સામે સોશિયલ મીડિયામાં બાંયો ચઢાવવામાં આવશે. પહેલા ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓ દ્વારા સરકાર સામે માંગણીઓની રજુઆતનું અભિયાન કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા પર રજૂઆત દ્વારા માંગણીઓ કરવામાં આવશે. રાજ્યના સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપરાંત એટલી જ સંખ્યામાં પેન્શનરો પણ માંગણી માટે ટ્વીટર પર પોસ્ટ કરશે.

આ માટે ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા રાજ્યના વિવિધ સંગઠનો અને મંડળોને કાર્યક્રમની રુપરેખા તૈયાર કરીને મોકલી આપવામાં આવી છે. જેમાં લાંબા સમયથી અધિકારીઓ અને કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા કોઈ જ નિરાકરણ કરવામાં નહીં આવતા આ અભિયાન કરવામાં આવનાર છે. જે ચાર દિવસ માટેના ટ્રેન્ડ ચલાવવામાં આવશે અને આ માટે ટ્વીટર પર વિવિધ હેશટેગ દ્વારા આ અંગેની માંગણી કરતી પોસ્ટ બપોરના ત્રણ વાગ્યાથી શરુ કરવામાં આવનાર છે. જે પાંચ વાગ્યા દરમિયાન ચાલશે.

આ માટે વિવિધ મંડળોના શિક્ષકો અને કર્મચારીઓ તેમજ અધિકારીઓને આ માટે અપીલ કરવામાં આવી છે. જે મુજબ તેઓએ આ અભિયાન હેઠળ ટ્વીટર પર પોસ્ટ કરવા માટે જણાવવામાં આવ્યુ છે અને વિવિધ માંગણીઓને લઈને ચોક્કસ દિવસો નક્કી કરવામાં આવ્યા છે અને તે મુજબ આ અંગેના હેશટેગ સાથે ટ્રેન્ડ કરવા જણાવાયુ છે. સમિતિના પ્રમુખ આરએચ પટેલે આ અંગે માહિતી આપી હતી અને વિવિધ માંગણીઓને લઈને તે અંગેનો ઉકેલ લાવવા માટે આ અભિયાન ચલાવવા માટે કર્મચારીઓ અને પેન્શનરોને જણાવાયુ હોવાનું કહ્યુ હતુ.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ રીતે ચલાવાશે અભિયાન

જેમાં પ્રથમ દિવસે ફિક્સ પગારની પોલિસી મુદ્દે ફિક્સ ગાલના કેસને પરત લેવા અને ફિક્સ પગારની પ્રથાને દૂર કરવા માટેની માંગ કરવામાં આવશે. આ માટે આગામી 21 ફેબ્રુઆરીએ #withdraw_fixpaycase_from_supremcourt અને #remove_fixpaypolicy_gogujarat ના હેશટેગને ટ્રેન્ડ ચલાવવામાં આવશે. આ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાવમાં આવેલ સાતમાં પગાર પંચના બાકીના ભથ્થા સહિતના લાભોની માંગ કરવામાં આવશે.

જે માટે #release_7thpay_allowance_gogujarat ટ્રેન્ડ ચલાવાશે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કર્યા મુજબનું મોંઘવારી ભથ્થુ જાહેર કરવા માટે માંગ કરીને #release_DA_gogujarat ટ્રેન્ડ કરાશે. તેમજ 1 માર્ચે નવી પેન્શન યોજનાનને સ્થાને જુની પેન્શન યોજનાલાગી કરવા માટેની માંગ કરવામાં આવશે. આ માટે #restore_OPS__gogujarat ટ્રેન્ડ ચલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ IND vs WI: વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ થતા જ રોહિત શર્મા ભડક્યો, કહ્યુ પહેલા તમે ચૂપ થઇ જાઓ

આ પણ વાંચોઃ IND VS WI: હાર્દિક પંડ્યાનું ટીમ ઇન્ડિયામાં કેટલુ છે મહત્વ, તેની ભૂમિકા અને T20 વિશ્વકપ ટીમ સિલેક્શન અંગે પણ કહી મોટી વાત

g clip-path="url(#clip0_868_265)">