Gujarat સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમનું રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ કરાશે

|

Jun 11, 2023 | 8:16 AM

આ યુવાઓ ગરવી ગુર્જરીના જે પ્રોજેક્ટમાં સહાયક બનવાના છે, તેમાં ઓનલાઇન વિઝિબિલિટી અને રીચ વધારવાના હેતુથી ડિઝીટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજી, બ્રાન્‍ડ પોઝિશનીંગ અને કોમ્પિટિશન તથા રિબ્રાન્ડિંગ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઉપભોક્તા વર્તણૂક અને વિશ્લેષણ જેવા ગહન વિષયો આવરી લીધા છે

Gujarat સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમનું રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ કરાશે
Garvi Gurjari Emporium Rebranding

Follow us on

Gandhinagar : ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી(Garvi Gurjari)  એમ્પોરિયમને રિબ્રાન્‍ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  સાથે ગાંધીનગરમાં આ યુવાઓએ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.

ગરવી ગુર્જરી દ્વારા તાજેતરમાં આ પ્રોજેક્ટમાં કામ કરવા સહયોગ માટે દેશની પ્રીમિયમ મેનેજમેન્ટ કોલેજીસનો સંપર્ક કરવામાં આવેલો હતો. તદઅનુસાર IIMના પાંચ અત્યંત સક્ષમ યુવાઓએ પાંચથી સાત સપ્તાહના સમયગાળા માટે આ પ્રોજેક્ટમાં કોઈ પણ વેતન માન લીઘા વિના મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવી છે.

આ યુવાઓમાં IIM અમદાવાદ ત્રણ અને બેંગાલુરૂના બે યુવાઓનો સમાવેશ

આ યુવાઓ ગરવી ગુર્જરીના જે પ્રોજેક્ટમાં સહાયક બનવાના છે, તેમાં ઓનલાઇન વિઝિબિલિટી અને રીચ વધારવાના હેતુથી ડિઝીટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજી, બ્રાન્‍ડ પોઝિશનીંગ અને કોમ્પિટિશન તથા રિબ્રાન્ડિંગ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઉપભોક્તા વર્તણૂક અને વિશ્લેષણ જેવા ગહન વિષયો આવરી લીધા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ યુવાઓએ પોતાના પ્રોજેક્ટ કાર્ય વિશે માહિતગાર કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

મુખ્યમંત્રીએ તેમના યોગદાનની સરાહના કરતા ગ્રામીણ કારીગરોની બનાવટ સહિતના ગરવી ગુર્જરીના ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થાઓને સમયાનુકુલ અદ્યતન બનાવવામાં આ યોગદાન ઉપયુક્ત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.કુટિર ઉદ્યોગ સચિવ પ્રવીણ સોલંકી તેમજ ગરવી ગુર્જરીના મેનેજિંગ ડિરેક્ટર સંધુ અને અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:13 am, Sun, 11 June 23

Next Article