ગુજરાતમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવશે

ગુજરાતમાં(Gujarat)  આગામી તા. 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની( Nutrition Month) ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવશે
Gujarat Poshan AbhiyanImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 11:55 PM

કેન્દ્ર સરકાર મહિલા અને બાળવિકાસ મંત્રાલય દર વર્ષે સપ્ટેમ્બર માસમાં પોષણ જનઆંદોલન માટે “રાષ્ટ્રીય પોષણ માહ”ની(National Nutrition Month) ઉજવણી કરાય છે. જે અંતર્ગત ગુજરાતમાં(Gujarat)  આગામી તા. 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની( Nutrition Month) ઉજવણી કરવામાં આવશે. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી ‘ પોષણ પંચાયત’ બનાવવા પર ભાર મુકવામાં આવશે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંદીનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ , ‘ પોષણ ભી પઢાઈ ભી’ જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાશે

જયારે મંત્રીએ પોષણ માસની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ વર્ષ દરમિયાન પાંચમાં પોષણ માસ અંતર્ગત ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સ્થાને રાખી ‘પોષણ પંચાયત’ બનાવવા પર ભાર મુકવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

મંત્રીએ આ અભિયાનના ઉદ્દેશ્યો વિશે જણાવ્યું હતું કે, લાભાર્થીઓ સુધી પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃતિ, જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપવી અને જન-ભાગીદારી સુનિશ્ચિત કરવી તેમજ તાલુકાનાં તમામ લાભાર્થીઓને સહભાગી બનાવીને પોષણ માસનું નિદર્શન તથા સંપરામર્શ કરવાનો છે. આ ઉપરાંત જનસમુદાય સુધી પોષણ અને આરોગ્યનાં અર્થપૂર્ણ સંદેશાઓ પહોંચાડવામાં અને સરકારના ‘સુપોષિત ગુજરાત’ ના સંકલ્પને સાકાર કરવામાં વિવિધ મહાનુભાવો, ધારાસભ્યશ્રીઓ, સાંસદસભ્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે તા. 08 માર્ચ, 2018ના રોજ ‘પોષણ અભિયાન’ નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની અને માર્ચ મહિનામાં ‘પોષણ પખવાડીયા’ની ઉજવણી કરવામાં આવે છે.

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">