AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.

આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે
MoU in the presence of Chief Minister as per 10th Vibrant Gujarat Global Summit-2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 4:31 PM
Share

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અન્વયે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU, અંદાજે 1.80 લાખ જેટલા રોજગાર અવસરો મળતા થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડે (Arcelor-Mittal Nippon Steel India Limited)રાજ્યમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડના સૂચિત રોકાણોના MoU સંપન્ન કર્યા હતા.

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 (10th Vibrant Gujarat Global Summit-2022)અંતર્ગત ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ વચ્ચે થયેલા આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા વતી સી.ઇ.ઓ દિલીપ ઓમેને હસ્તાક્ષર કર્યા હતા.

આ MoU અનુસાર આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમીટેડ દ્વારા જે 6 સૂચિત પ્રોજેક્ટસમાં રોકાણ થવાનું છે તેમાં હઝિરા ખાતેની હયાત કેપ્ટીવ જેટીના એક્સપાન્શન અને મોર્ડનાઇઝેશન માટે રૂ. 4200 કરોડ, હાલના 8.6 MMTPAના સ્ટીલ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટની ક્ષમતા વધારીને 18 MMTPA કરવા માટેના રૂ. 45 હજાર કરોડ, સુરતના સુવાલી ખાતે ગ્રીન સ્ટીલ પ્લાન્ટને કેપ્ટીવ પોર્ટ કેપેસીટી સાથેના એક્સપાન્શન માટે રૂ. 30 હજાર કરોડ તથા કીડીઆબેટ સુરતમાં સ્ટીલ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ કલસ્ટર માટે રૂ. 30 હજાર કરોડના રોકાણોનો સમાવેશ થાય છે

એટલું જ નહિ, રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 10 ગીગાવોટ રિન્યુએબલ પાવર જનરેશન પ્લાન્ટ અંદાજે રૂ. 40 હજાર કરોડના રોકાણ સાથે આર્સેલર મિતલ નિપોન સ્ટીલ દ્વારા ઉભા કરાશે. જેમાં હાઇબ્રીડ, સોલાર અને વિન્ડ એનર્જી ત્રણેયનો સમાવેશ થવાનો છે. આ પ્લાન્ટસ પૈકી પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાના કાનાતળાવ ખાતે 2200 મેગાવોટના પ્લાન્ટ માટે પણ આ MoU થયા છે. સુરતના હઝિરામાં અન્ય એક ડાઉન સ્ટ્રીમ, કોક ઓવન પ્રોજેક્ટસમાં પણ રૂ. 17 હજાર કરોડનું રોકાણ આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા દ્વારા થવાનું છે.

આ બધાજ પ્લાન્ટમાં કુલ મળીને અંદાજે 1 લાખ 80 હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પણ પ્રાપ્ત થશે. ગુજરાત સરકાર આ પ્રોજેક્ટસ સમયસર શરૂ થાય તે માટે લેવાની થતી નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ અને અન્ય જરૂરી બાબતો માટે વર્તમાન પોલિસીઝ અને નિયમોને આધિન રહીને આર્સેલર મિતલને સહયોગ કરશે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજાયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તથા આર્સેલર મિતલના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો : અરુણાચલ પ્રદેશના મિરાન તરોનને ચીની સેનાએ કર્યો મુક્ત, 18 જાન્યુઆરીએ થયો હતો લાપતા

આ પણ વાંચો : Maharashtra : કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, માલેગાંવ શહેરના મેયર સહિત 28 કાઉન્સિલરો જોડાયા NCPમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">