અરુણાચલ પ્રદેશના મિરાન તરોનને ચીની સેનાએ કર્યો મુક્ત, 18 જાન્યુઆરીએ થયો હતો લાપતા
અરુણાચલ પ્રદેશથી ગુમ થઇને ચીન પહોંચેલા યુવકને ચીની સેનાએ ગુરુવારે ભારતીય સેનાને સોંપી દીધો છે. આ પછી ભારતીય સેના યુવકની મેડિકલ તપાસની સાથે અન્ય ઔપચારિકતાઓ કરી રહી છે.
ચીની (China) સેના (PLA) એ ગુરુવારે અરુણાચલ પ્રદેશના રહેવાસી 17 વર્ષીય મિરાન તરોનને મુક્ત કર્યો હતો. તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ પીએલએએ ગુરુવારે તરોનને ભારતીય સેનાને સોંપી દીધો હતો. આ પછી, ભારતીય સેના વતી મિરાનની તબીબી તપાસ સહિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
અરુણાચલ પ્રદેશનો રહેવાસી મિરાન તરોન 18 જાન્યુઆરીના રોજ ગુમ થઈ ગયો હતો. થોડા દિવસો પછી, ચીને માહિતી આપતા કહ્યું હતું કે તેના વિસ્તારમાં મિરાન મળી આવ્યો છે, જેને તેઓ પરત કરશે. જો કે, કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચીની સેના પીએલએ મિરાન તરોનને પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે.
અરુણાચલી યુવક મિરાન તરોનના ગુમ થવા અને તેની ચીનમાં હાજરીની માહિતી સામે આવ્યા બાદ ભારતીય સેનાએ આ મામલે મોરચો સંભાળ્યો હતો. આ મામલામાં ભારતીય સેનાએ ચીની સેનાની હોટલાઈન પર સંપર્ક કર્યો હતો. જે બાદ ચીની સેનાએ મિરાન તરોનને પરત મોકલવાની વાત કરી હતી.
આ પણ વાંચો –
Rahul Gandhi એ ટ્વિટર પર ફોલોઅર્સ ઓછા હોવાની ફરિયાદ કરી, બીજેપી નેતા અમિત માલવિયા સહિતના લોકોએ પ્રતિક્રિયા આપી
આ પણ વાંચો –
RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR
આ પણ વાંચો –