Maharashtra : કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, માલેગાંવ શહેરના મેયર સહિત 28 કાઉન્સિલરો જોડાયા NCPમાં
મહારાષ્ટ્ર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નાસિક જિલ્લામાં આવેલા માલેગાંવ શહેરના 28 કાઉન્સિલરો આજે NCPમાં જોડાયા છે.
Maharashtra : મહારાષ્ટ્ર કોર્પોરેશનની ચૂંટણી (Maharashtra Corporation Election) પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. માલેગાંવ શહેરના 28 કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ (Congress) સાથેનો છેડો ફાડીને તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા છે. કોંગ્રેસ છોડીને NCPમાં જોડાનારાઓમાં મેયર તાયરા શેખ રશીદ અને તેમના પતિ શેખ રશીદ મુખ્ય ચહેરા છે.
ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો !
તમને જણાવી દઈએ કે, મેયર તાયરા શેખ રાશિદના પતિ શેખ રાશિદ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ, નાસિકના પાલક મંત્રી છગન ભુજબલ, એનસીપીના પ્રવક્તા નવાબ મલિક(Nawab Malik) અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં મેયર તાયરા શેખ રશીદની હાજરીમાં 28 કાઉન્સિલરો આજે એનસીપીમાં જોડાયા હતા.
મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ અને એનસીપી સાથે હોવા છતાં, તેમના પક્ષના વિસ્તરણને લઈને બંને પક્ષો વચ્ચે હાલ લડાઈ ચાલી રહી છે. માલેગાંવમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા, એનસીપીએ મેયર સહિત 28 કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં NCPની આ સર્જિકલ સ્ટ્રાઈકથી માલેગાંવ કોંગ્રેસમાં નાસભાગ મચી ગઈ છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાશિદે પાર્ટી લગાવ્યા આરોપ
તમને જણાવી દઈએ કે માલેગાંવમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાશિદ શેખની પત્ની મેયર તાહિરા શેખ સહિત 28 કાઉન્સિલરોએ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાવાની જાહેરાત કરી છે. આ સાથે જ રશીદ શેખે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે શહેરના વિકાસ માટે અમે સૌ સાથે મળીને કામ કરવા માગીએ છીએ, પરંતુ મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાટ સિવાય અમને કોઈ મંત્રી તરફથી સહકાર મળ્યો નથી.
આસિફ શેખ પણ NCPમાં જોડાયા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની આઘાડી સરકારમાં ઉર્જા વિભાગ કોંગ્રેસ પાસે છે. છતાં, છેલ્લા બે વર્ષથી માલેગાંવમાં પાવર સિસ્ટમના વિકાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ દરમિયાન રાશિદે કહ્યુ કે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી. તમને જણાવવુ રહ્યુ કે, છેલ્લા 6 મહિનામાં રાશિદના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય આસિફ શેખ પણ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા. ત્યારે હાલ મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો : Mumbai : ટીપુ સુલતાન પરના વિવાદને લઈને ભાજપ વિરોધમાં ઉતર્યું, જાણો શું છે સમગ્ર મામલો ?