લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું મહામંથન, 17 મેના રોજ યોજાશે પ્રદેશ કારોબારી
ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી 17 મેના રોજ કમલમ ખાતે યોજાશે. જેમાં અપેક્ષિત મેમ્બર સહિત તમામ MLA, MP પણ હાજર રહેશે. મહત્વનુ છે કે 2024 લોકસભાની ચૂંટણીને લઈને આ પ્રથમ કારોબારી છે જેમાં કેન્દ્ર સરકાર ના 9 વર્ષની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા કરાશે.
લોકસભા 2024ની ચૂંટણી જેના માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતી હાંસલ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઠેર ઠેર આ અંગે જિલ્લા અનુસાર બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે. મિશન 2024 અંતર્ગત 17 મેના રોજ ભાજપ દ્વારા પ્રદેશ કારોબારી યોજાશે. કમલમ ખાતે આ બૃહદ કારોબારીનું આયોજના કરવામાં આવ્યું છે.
અપેક્ષિત મેમ્બરો તરીકે MLA અને MP હશે
ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા વિશેષ રણીનીતિ ઘડવામાં આવી છે. જેના ભાગ રૂપે તમામ જિલ્લાઓમાં રિવ્યુ બેઠકો યોજવામાં આવી હતી. લોકોના પ્રશ્નો સાંભળવા તેમજ થયેલા કામો અંગે લોકોને પણ માહિતગાર આ બેઠકોમાં કરવામાં આવ્યા હતા. હવે આગામી સમયમાં પ્રદેશ કક્ષાની કારોબારી યોજાશે જેમાં અપેક્ષિત મેમ્બરો તરીકે MLA અને MP હશે. સાથે મંત્રી મંડળના સભ્યો અને આમંત્રિત મહેમાનો પણ હાજર રહેશે.
કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણીને લઈ કાર્યક્રમો અંગે કરાશે ચર્ચા
મહત્વની વાત એ છે કે 2024ની લોકસભાની ચૂંટણીને લઈ આ પ્રથમ કારોબારી યોજાશે. જેમાં કેન્દ્ર સરકારના 9 વર્ષની ઉજવણીને લઈ જે કાર્યક્રમો કરવાના છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કોઈ પણ ચૂંટણી માટે પ્રાથમિક પગથિયું એટલે શક્તિ કેન્દ્ર માનવમાં આવે છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં આવેલા શક્તિ કેન્દ્રોને કઈ રીત મજબૂત કરવા તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat Video: PM મોદીના ટ્વીટ પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર, PM એ CMની સાદગી અને નીતિમત્તાની કરી પ્રશંસા
કેન્દ્ર સરકારે લોકો માટે બનાવેલી વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે કેમ તે અંગે પણ ચર્ચા આગમી બેઠકમાં કરવામાં આવશે. ભાજપ દ્વારા ગુજરાતની તમામ લોકસભા બેઠકને કબ્જે કરવાની જે રણનીતિ છે તેના પર કાર્યકર્તાઓ ઊંડાણ પૂર્વક કામગીરી કરે તેને લઈને પણ પ્રદેશ કક્ષાએથી તાલીમ આપવામાં આવશે. લોકોના ઘરે ઘરે જઇ જનસંપર્ક કરી તમામ જીલ્લામાં બુથ સશક્તિકરણ પર ખાસ ધ્યાન મૂકવા માટે જણાવાયું છે.
ગુજરાત સહિત ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો