Gandhinagar: ભાજપ દ્વારા લોકસભા 2024ની ચૂંટણી માટે સંગઠનમાં ફેરફારની કવાયત, કમૂરતા પૂર્ણ થયા બાદ ફેરફાર
ભાજપના (BJP) નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ રેસમાં આગળ છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે.
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાજયમાં વિજય પરચમ લહેરાવ્યા બાદ ભાજપે લોકસભાની ચૂંટણી માટે કમર કસી છે અને સંગઠનમાં ફેરફારની કવાયત હાથ ધરી છે. ભાજપે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા ફેરફારની કવાયત હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં કમૂર્હુતા બાદ મોટા ફેરફાર થશે. નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે આથી ભાજપને લોકસભાની ચૂંટણી પહેલા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે.
નવા અધ્યક્ષપદ માટે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ આગળ
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમરનું નામ રેસમાં આગળ છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. કેન્દ્ર સરકારમાં પણ 2024ને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફાર થવાની શક્યતા છે જેમાં ગુજરાતના કેટલાક પ્રધાનોને પડતાં મુકવામાં આવી શકે છે તો ગુજરાતના કેટલાક નવા ચહેરાને પ્રધાન મંડળમાં સ્થાન મળી શકે છે.
ભાજપે 21 ડ઼િસેમ્બરના રોડ પટનામાં કરી હતી પ્રશિક્ષણ શિબિર
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની નબળી બેઠકોની સંખ્યા વધી છે. ભાજપે નબળી બેઠકોની સંખ્યા 144થી વધારીને 160 કરી છે. પાર્ટી આ બેઠકો પર પાર્ટીની લોકસભા સંપર્ક યોજના હેઠળ કામ કરશે. આ માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 21 ડિસેમ્બરે પટનામાં 2 દિવસ માટે ભાજપનો વિસ્તાર પ્રશિક્ષણ શિબિર આયોજિત કરવામાં આવી હતી. . અગાઉ, પાર્ટીએ 2024 લોકસભા ચૂંટણી માટે 144 બેઠકોની ઓળખ કરી હતી, જે જીતની દ્રષ્ટિએ નબળી બેઠકો હતી. બિહારમાં જેડીયુ સાથે ગઠબંધન તોડ્યા બાદ બિહારમાં નબળી બેઠકોની સંખ્યા 4થી વધારીને 10 કરી દેવામાં આવી છે. ભાજપની નબળી બેઠકો નવાદા, વૈશાલી, વાલ્મિકી નગર, કિશનગંજ, કટિહાર, સુપૌલ, મુંગેર, ઝાંઝરપુર, ગયા અને પૂર્ણિયા છે. તો પાર્ટીના વિસ્તરણ માટે 28 ડિસેમ્બરે હૈદરાબાદમાં તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મૂળભૂત રીતે આ પ્રચારકો દક્ષિણ ભારતીય રાજ્યોમાં પક્ષ દ્વારા ઓળખાયેલી 60 લોકસભા બેઠકો પર પૂર્ણ સમયના કાર્યકરો તરીકે કામ કરશે. આ સાથે, લોકસભા સ્થળાંતર કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકારના મંત્રીઓ અને પક્ષના અધિકારીઓનો રાત્રિ સ્થળાંતર કાર્યક્રમ ફરી એકવાર શરૂ કરવામાં આવશે અને તેના માટે શેડ્યૂલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.