Gujarat Video: PM મોદીના ટ્વીટ પર CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર, PM એ CMની સાદગી અને નીતિમત્તાની કરી પ્રશંસા
Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નીતિમત્તાની પ્રશંસા કરતુ ટ્વીટ કર્યુ અને સરકારી ઍૅર એમ્બ્યુલન્સનું ભાડુ ચુકવવા બદલ પ્રશંસા કરી હતી. ત્યારે CMએ પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરી તેનો શ્રેય પીએમને જ આપ્યો છે.
CM એટલે કોમન મેન. આ વાક્યને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે તેમની સાદગી, નીતિમત્તા અને સહજ સ્વભાવ થકી વારંવાર ચરિતાર્થ કર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલની આ સાદગીના PM મોદીએ પણ વખાણ કર્યા હતા. આ પ્રશંસા બદલ CMએ પીએમનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ટ્વીટનો પ્રતિભાવ આપ્યો હતો. CMએ જણાવ્યું કે માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે.
આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ CM ભૂપેન્દ્ર પટેલની નીતિમત્તાથી પ્રભાવિત થયા છે. CMએ તેમના પુત્ર અનુજને સરકારી એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઇ ખસેડવા બદલ 3 લાખનું બિલ ભરી દાખલો બેસાડ્યો છે. ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરી તેમની પ્રશંસા કરી છે. પીએમે જણાવ્યું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉતમ દાખલો બેસાડ્યો છે. તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરું છું.
ગુજરાત સહિત ગાંધીનગર શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો