GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 11 ઓક્ટોબરે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી

રાજ્યમાં આજે 11 ઓકટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,890 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 11 ઓક્ટોબરે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, 18 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી
Gujarat Corona Update : 21 new cases of corona were reported and 18 patients recovered on 11 October 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 8:21 PM

GUJARAT CORONA UPDATE : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 14 થી 26 ની વચ્ચે રહ્યું છે. રાજ્યમાં ગઈકાલે 10 ઓક્ટોબરે કોરોનાના 18 નવા કેસ નોંધાયા હતા, જયારે આજે 11 ઓક્ટોબરે ફરી 20 થી વધુ એટલે કે 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત નીપજ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે આજે 10 ઓક્ટોબરે અને આજે 11 ઓક્ટોબરે એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ જે 150 આસપાસ રહેતા હતા એ વધીને 180ને પાર કરી ગયા છે.

કોરોનાના 21 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 11 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 21 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,163 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,086 પર પહોચ્યો છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 કેસ, સુરત જિલ્લામાં અને નવસારી જિલ્લામાં 3-3 કેસ, સુરત શહેર અને જુનાગઢ જિલ્લાના 2-2 કેસ, ક્યારે વડોદરા શહેર, રાજકોટ શહેર, વડોદરા જિલ્લામાં અને વલસાડ જિલ્લામાં કોરોના વાયરસનો નવો એક-એક કેસ નોંધાયો છે.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

18 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 186 રાજ્યમાં આજે 11 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,890 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 11 ઓક્ટોબરે એક્ટીવ કેસ 186 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 3.74 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 11 ઓક્ટોબરના રોજ 3,74,745 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 1,06,631 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 1,55,332 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે 45 થી વધુ ઉમરના 34,777 લોકોને પ્રથમ ડોઝ અને 73,156 લોકોને બીજો ડોઝ અપાયો છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 54 લાખ 01 હજાર 063 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : VADODARA : સાવલીમાં દલિત પરિવાર સાથે ભેદભાવના કેસમાં 3 લોકોની ધરપકડ

આ પણ વાંચો : ભાણવડમાં સામુહિક આપઘાત : માતા, પુત્રી અને સાસુએ ઝેરી દવા પીધી આત્મહત્યા કરી

g clip-path="url(#clip0_868_265)">