ભાણવડમાં સામુહિક આપઘાત : માતા, પુત્રી અને સાસુએ ઝેરી દવા પીધી આત્મહત્યા કરી
મૂળ જામનગરના અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ ગયેલા આ પરિવારની માતા-પુત્રી અને સાસુએ સામૂહિક આપઘાત કર્યો હતો.
DEVBHUMI DWARKA : દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારની ત્રણ મહિલાઓએ સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. મૂળ જામનગરના અને છેલ્લા એક અઠવાડિયાથી ભાણવડ ગયેલા આ પરિવારની માતા-પુત્રી અને સાસુએ સામૂહિક આપઘાત કર્યો હતો
ઘટનાની જાણ થતા જ ભાણવડ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મુળ જામનગરનો પરિવાર છેલ્લા એક અઠવાડિયાથી દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં રહેવા આવ્યો હતો. જ્યાં ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને સાસુએ એક સાથે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું છે. મૃતક માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આત્મહત્યાનું મુળ કારણ શોધવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કોર્ટે સચિન દીક્ષિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સમગ્ર ઘટનામાં વધુ એક ખુલાસો થયો
આ પણ વાંચો : Vadodara : સાવલીના પીલોલ ગામે દલિત પરિવાર સાથે ઘટેલી ઘટના મામલે સમાજ કલ્યાણ વિભાગ હરકતમાં, જાણો વિગત