AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાના કામો માટે 40 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર

મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે.

Gandhinagar: બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાના કામો માટે 40 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર
Gujarat Cm Bhupendra Patel (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 2:23 PM
Share

બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાના કામો માટે 40 કરોડ રૂપિયાની દરખાસ્ત માત્ર 1 જ મહિનાના ટુંકાગાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. બાલવા-માણસા માર્ગના ફોર લેન થવાથી ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના 6 ગામોના 2 લાખ 30 હજાર જેટલા ગ્રામજનોને અવર-જવર માટે વધુ સુવિધા સભર રોડનો આવનારા ભવિષ્યમાં લાભ મળશે. મુખ્યમંત્રી (Chief Minister Bhupendra Patel) એ 19 મે એ માણસા (Mansa) માં યોજેલી જિલ્લા અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકમાં થયેલી લોકહિત રજુઆતનો ત્વરિત સાનૂકુળ પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની ત્વરિત નિર્ણાયકતાનો વધુ એક પરિચય આપતાં ખૂબ જ ઝડપી નિર્ણય લઇને બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની 40 કરોડ રૂપિયાની દરખાસ્તને માત્ર 1 જ મહિનાના ટુંકા સમયગાળામાં મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ માર્ગને ફોરલેન કરવાના કામો માટેની આપેલી મંજૂરીને પરિણામે ગાંધીનગર જિલ્લાના 6 ગામોની અંદાજે ર.૩૧ લાખ જનસંખ્યાને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળશે. ફોરલેન રોડ બનવાથી માણસાથી ગાંધીનગર આપનારા વાહનચાલકોને સરળતા રહેશે. સાથોસાથ વિજાપુર તરફથી આપનારા લોકોને પણ સુવિધાસભર રસ્તો મળી રહેશે. કુકરવાડા અને ચરાડા તરફથી ગાંધીનગર તરફ આવનારા વાહનચાલકોને પણ રસ્તાનો લાભ મળશે. આ નવો રસ્તો બની જતાં વાહનચાલકોના સમયનો પણ બચાવ થશે.

એટલું જ નહિ, મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા-તાલુકાઓનો વ્યાપક પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નો, વિકાસ કામોની, રજુઆતો અંગે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે બેઠકો યોજવાનો ઉપક્રમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી આ સંદર્ભમાં ગત તા.19 મી મે એ માણસાની મુલાકાતે હતા અને ત્યાં તેમણે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ બાલવા-ગાંધીનગર માર્ગને 10 મીટર માર્ગથી ફોરલેન કરવા અંગેની રજુઆતો મળી હતી. મુખ્યમંત્રીએ આ લોકહિત રજુઆતોનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપતાં માર્ગ-મકાન વિભાગને બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી.

આ હેતુસર માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ થયેલી રૂ. 40 કરોડના કામોની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિભાગોએ જનહિતકારી વિકાસ કામો સમયમર્યાદામાં સત્વરે હાથ ધરવાની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેને આ બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની મંજૂરીથી વધુ બળ મળશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">