AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, તાનાશાહી હટાવવાના’ , AAPના ગોપાલ ઇટાલિયાનો શપથ લેતા જ હુંકાર

પેટાચૂંટણીમાં વિજેતા બન્યા બાદ વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. શપથ લેતાની સાથે જ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ શપથ મે માત્ર ધારાસભ્ય તરીકેના લીધા નથી, પરંતુ આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના, ડ્રગ્સના દૂષણને દૂર કરવાની મુહિમ ચલાવવાના છે.

Breaking News : 'આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, તાનાશાહી હટાવવાના' , AAPના ગોપાલ ઇટાલિયાનો શપથ લેતા જ હુંકાર
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 16, 2025 | 12:38 PM
Share

પેટાચૂંટણીમાં વિજેતા બન્યા બાદ વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે. શપથ લેતાની સાથે જ મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે આ શપથ મે માત્ર ધારાસભ્ય તરીકેના લીધા નથી, પરંતુ આ શપથ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત કરવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના, ડ્રગ્સના દૂષણને દૂર કરવાની મુહિમ ચલાવવાના છે.

વિસાવદર બેઠક પરની ચૂંટણી જીત્યા

વિસાવદર બેઠક પરથી વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવનારા AAPના ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય પદના શપથ લીધા છે. 2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાંથી એક વિસાવદર બેઠક પરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાએ ભવ્ય જીત મેળવી હતી.ગુજરાત વિધાનસભાના  અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે વિધાનસભા ખાતે  ગોપાલભાઈ ઈટાલીયાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા.

કેશુભાઇ પટેલને યાદ કર્યા

શપથ લીધા બાદ મીડિયા સાથે વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ કે હું ચૂંટણી જીત્યો એ તાકાત ભારતના સંવિધાન એટલે કે બંધારણની છે. તેમણે કેસુભાઇ પટેલને આ પ્રસંગે યાદ કર્યા હતા અને જણાવ્યુ કે ધારાસભ્ય બનવુ અલગ વાત છે, પણ કેસુબાપા જેવા પોપટબાપા જેવા, રત્નાબાપા ઠુંમર જેવા અનેક એવા આગેવાનો જેમણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યુ છે, તેમના જેવા કામ અલગ વાત છે. તેમને હું યાદ કરુ છું. એમણે ચીતરેલા ચીલા ઉપર હું સારી રીતે ચાલી શકુ, ગુજરાતના ગામડાની સેવા કરી શકુ એ માટે હું સંકલ્પ બદ્ધ થયો છું.

ગોપાલ ઇટાલિયાનો પરિચય

મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ રાજ્યશાસ્ત્રમાં સ્નાતક અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ગુજરાત પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી છે. સાથે રેવન્યૂ વિભાગમાં ક્લાર્ક તરીકે પણ નોકરી કરી છે., પરંતુ તેમના આક્રામક વલણને કારણે તેમણે સરકારી નોકરીમાં ફાવ્યું નહીં. એને પાટીદાર અનામત આંદોલનથી તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. 2020માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. જ્યાં પ્રથમ પ્રદેશ ઉપાધ્યક્ષ અને બાદમાં પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળયો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કતારગામથી ઝંપલાવ્યું અને 55 હજાર મતો મેળવી બીજા સ્થાને રહ્યા. ત્યાર બાદ તેઓ AAPના નેતા તરીકે સક્રિય રહ્યા અને 2025માં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમા વીસાવદરથી ધારાસભ્ય બન્યા.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">