Gandhinagar : રાજ્યના મદદનીશ સરકારી વકીલો માટે 7.86 કરોડના ખર્ચે માળખાકીય સવલતો ઉભી કરાશે
ગુજરાતના(Gujarat)કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યના મદદનીશ સરકારી વકીલોને(Public Prosecutors) અત્યાધુનિક ટેકનોલોજીથી કરવા માટે રાજ્ય સરકારે 7.86 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સવલતો(Infrastructure) પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે

ગુજરાતના(Gujarat)કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યના મદદનીશ સરકારી વકીલોને(Public Prosecutors) અત્યાધુનિક ટેકનોલોજીથી કરવા માટે રાજ્ય સરકારે 7.86 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સવલતો(Infrastructure) પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.કાયદા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યના મદદની સરકારી બકીલોને જે સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે તેમાં એપીપીઓ માટે કચેરી કામકાજ માટે જિલ્લા દીઠ ૨ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા 1 -પટાવાળાની સુવિધા તથા એ.પી.પી.ઓની બેઠક વ્યવસ્થા માટે આવશ્યક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે, ખુરશી, ટેબલ, તિજોરી વિગેરે માટે રૂપિયા 2.62 કરોડની મંજૂર કરાયા છે.
આ ઉપરાંત મદદનીશ સરકારી વકીલઓને આજના ડીજિટલ યુગમાં આત્મનિર્ભર તથા ટેક્નિકલી પાવરફુલ થવા માટે અત્યાધુનિક સુવિધાઓ વાળા લેપટૉપ અને પ્રિન્ટરની સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા 4.81 કરોડની મંજૂર કરાયા છે. તેમણે ઉમેર્યું કે, સુપ્રીમ કૉર્ટ તથા વડી અદાલતના ચુકાદાઓ એક જ ક્લિક પર મળી રહે તે હેતુથી એ.પી.પી.ઓ માટે 27,61,200 લાખ મંજૂર કરાયા છે. તેમજ નાણાંકીય વર્ષ 2022-23 માટે, 26 નવેમ્બર 2022 ના રોજ સંવિધાન દિવસ નિમિત્તે રાજ્યભરમાં જિલ્લા સ્તરે બંધારણ અંગે લોકજાગૃતિ લાવવા માટે સેમિનાર યોજવા માટે રૂપિયા 16,50,000 મંજૂર કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજય સરકાર દ્વારા મોટા ભાગના સંવર્ગોમાં બઢતી આપવામાં આવતી હોય છે, જ્યારે નાગરિકોના ન્યાય માટે કામ કરતા સરકારી વકીલોને આજ દિન સુધી બઢતી આપવાની કોઇ જોગવાઇ કરાઈ નહોતી. જેથી આ મદદનીશ સરકારી વકીલોને પણ ભવિષ્યમાં બઢતી મળે તે માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.