ગુજરાતના વધુ સાત શહેરમાં બનશે નવા હેલિપેડ, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) વિકાસ કામો અંતર્ગત દેશની સીમાઓને વધુ મજબુત બનાવવા અને વાયુસેનાને વધુ સમૃદ્ધ બનાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 3:12 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજધાની ગાંધીનગરમાં (Gandhinagar) ડિફેન્સ એક્સ્પો 2022નું (Defense Expo 2022) ઉદ્ઘાટન કર્યુ છે. ગુજરાતમાં ભવ્ય ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. ત્યારે આ સાથે જ ગાંધીનગરથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. ત્યારે આ સમયે ડીસાના (Deesa) નાણી ખાતે એરબેઝના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે તેમણે ગુજરાતમાં વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો અંતર્ગત દેશની સીમાઓને વધુ મજબુત બનાવવા અને વાયુસેનાને વધુ સમૃદ્ધ બનાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. ત્યારે ડીસાના નાણી ખાતે એરબેઝના ખાતમુહૂર્તમાં હાજર રહેલા કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ મોટી જાહેરાત કરી છે. પૂર્ણેશ મોદીએ ગુજરાતના વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ડોમેસ્ટિક ઉડ્ડયન માટે રાજ્યના તમામ તાલુકામાં એક હેલિપેડ બને તે માટે સરકાર કામ કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના 7 સ્થળોએ નવા હેલિપેડ બનાવવામાં આવશે. સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ-સાબરમતી અને વડનગરમાં નવા હેલિપેડ બનાવવામાં આવશે. નવા હેલિપેડ માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">