AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: 8 જિલ્લામાંથી 37,794 લોકોનુ કરાયું સ્થળાંતર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વહીવટી તંત્રના આયોજનની મેળવી વિગતો

Gandhinagar: વાવાઝોડાને લઈને તોળાઈ રહેલા સંભવિત સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટીતંત્ર દ્વારા કરાયેલા આયોજનની ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સચિવો પાસેથી સીએમએ વિસ્તૃત માહિતી મેળવી હતી.

Cyclone Biparjoy: 8 જિલ્લામાંથી 37,794 લોકોનુ કરાયું સ્થળાંતર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વહીવટી તંત્રના આયોજનની મેળવી વિગતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:12 PM
Share

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીની અદ્યતન માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી.

8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા

મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ 8 જિલ્લાઓમાંથી 6229 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે

આઠ જિલ્લામાં જીવનરક્ષક દવા, આધુનિક સાધનો, જનરેટરથી સજજ 239 એમ્બ્યુલન્સ સાથે આરોગ્યતંત્ર તૈયાર

આરોગ્ય વિભાગની સજ્જતા અંગે જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 (108) એમ્બ્યુલન્સ સેવાઓ સહિત કુલ 239 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 સી.ડી.એચ.ઓ – 15 મેડીકલ ઓફિસર-સંયુકત પશુપાલન નિયામક ફરજરત કરવામાં આવ્યા છે.

માર્ગ પરની આડશો દૂર કરવા, વીજપુરવઠાની પુનઃસ્થાપન માટે માર્ગ મકાન-ઊર્જા વિભાગની 712 ટીમ તૈયાર

ગુજરાતમાં વિનાશક વાવાઝોડા બિપરજોયની તારાજીમાંથી લોકોને બચાવવા માટે એન.ડી.આર.એફ.ની 15 તથા એસ.ડી.આર.એફ.ની 12 ટીમો તહેનાત કરાઈ છે. માર્ગને થનારા સંભવિત નુકસાનને પહોચી વળવા માટે, માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ અને ઊર્જા વિભાગની 597 ટીમ સતર્ક કરાઈ છે. જે સંભવિત આપત્તિમાં માર્ગ પરની આડશો, દુરસ્તીકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ છે. 167 જે.સી.બી, 230 ડમ્પર સહિત 924 મશીનરી અને વાહનો સાથે માર્ગ-મકાન વિભાગ સજ્જ થયુ છે. કચ્છમાં એસ.ઇ. ને ખાસ ફરજ સોંપાઇ છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ તંત્રની સજ્જતા, દરેક જિલ્લાઓમાં કંટ્રોલ રૂમ કરાયા કાર્યરત, 24/7 સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત રાખવા અનુરોધ

વિનાશક વાવાઝોડા બિપરજોયથી બચાવવા આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું કરાવ્યું સ્થળાંતર

ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા બિપરજોય સામે ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાને લઈને, આઠ જિલ્લામાંથી 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને પણ અન્યત્ર શિફ્ટ કરવામાં આવ્યા છે.

 ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">