Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: બિપોરજોય વાવાઝોડાની દરિયાકિનારે અસર, ગોમતી કાંઠે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

Gujarati Video: બિપોરજોય વાવાઝોડાની દરિયાકિનારે અસર, ગોમતી કાંઠે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 10:02 PM

દેવભૂમિદ્રારકામાં બિપોરજોય વાવાઝોડાની દરિયાકિનારે અસર દેખાઈ છે. દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતી કાંઠે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા જેને લઈ આસપાસ રહેતા લોકોમાં ભાઇનો માહોલ ફેલાયો છે.

Gujarat:દેવભૂમિદ્રારકામાં બિપોરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) દરિયાકિનારે અસર દેખાઈ છે. દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ગોમતી કાંઠે 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વાવાઝોડાનો સામનો કરવા તંત્ર એલર્ટ પર છે તો બીજી તરફ ભક્તિના માર્ગે પણ વાવાઝોડાનો સામનો થઈ રહ્યો છે. વાવાઝોડાના મહાસંકટથી રક્ષણ મેળવવા દ્રારકાધીશના જગત મંદિર પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી છે.

સામાન્ય દિવસે એક જ ધજા ફરકાવવામાં આવે છે પણ આજે બીજી ધજા વાવાઝોડા સામે રક્ષણના હેતુથી ચડાવવામાં આવી છે. અગાઉ જ્યારે તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારે આ પ્રકારે 2 ધજા ફરકાવતા મંદિર સહિત સમગ્ર પંથકને વાવાઝોડાથી રક્ષણ મળ્યું હતું. ત્યારે આવી જ શ્રદ્ધા સાથે ફરી એકવાર દ્રારકાધીશ મંદિર પર 2 ધજા ફરકાવવામાં આવી છે. દ્રારકામાં મંદિરના શિખર ચઢાવેલી ધજાના દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારે એકસાથે 2 ધજાના દર્શન કરી ભક્તોએ અનોખો સંતોષ માન્યો હતો.

આ પણ વાંચો : જૂનાગઢમાં વાવાઝોડા પહેલા તંત્રની સુચના હોવા છતા મોટી બેદરકારી, 15 જેટલી ગર્ભવતી મહિલા સહિત 700 લોકોનો દરિયાકિનારે વસવાટ, જુઓ VIDEO

ખાસ કરીને રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ મારફતે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 12, 2023 10:00 PM
g clip-path="url(#clip0_868_265)">