AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન

ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલ ઓઝાનું નિધન થયુ છે. આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હીમાં તેમનું અવસાન થયુ છે. તેઓ વારાણસી લોકસભા બેઠક પરની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે. જો કે તેઓ છેલ્લા દસ વર્ષથી વારાણસીમાં સ્થાયી થયા હતા.

ગાંધીનગર બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું નિધન
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 29, 2023 | 11:35 AM
Share

ગાંધીનગર : ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં બિહાર ભાજપના સહ પ્રભારી તરીકે જવાબદારી સંભાળનારા સુનિલ ઓઝાનું નિધન થયુ છે. વહેલી સવારે હાર્ટ એટેક આવતા તેમનું દિલ્હીમાં અવસાન થયુ છે. સુનીલ ઓઝા વારાણસી લોકસભા બેઠક પરની જવાબદારી નિભાવી ચુક્યા છે. સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય છે. જો કે  છેલ્લા દસ વર્ષથી તેઓ વારાણસીમાં રહેતા હતા.

સુનીલ ઓઝાનું  આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્હીમાં અવસાન થયુ છે, ત્યારે ભાજપ બેડામાં અને સુનીલ ઓઝાના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 2012માં જ્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં સત્તા મેળવવાનો પ્લાન બનાવ્યો, ત્યારે તેમણે સુનીલ ઓઝાને તેમની સાથે સામેલ કર્યા હતા.

ભાવનગરના બે વાર ધારાસભ્ય રહી ચુક્યા

સુનીલ ઓઝા ભાવનગરના બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ભાજપે માર્ચ મહીનામાં જ સુનીલ ઓઝાને બિહાર ભાજપના સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી.  સુનીલ ઓઝાને એક કુશળ સંગઠનકાર માનવામાં આવતા હતા. સુનીલ ઓઝા લગભગ છેલ્લા 30 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંપર્કમાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતાડવામાં સુનીલ ઓઝાનો ખૂબ જ મોટો રોલ હોવાનું માનવામાં આવે છે.

સુનીલ ઓઝા 1998માં પ્રથમ વાર ધારાસભ્ય બન્યા હતા

1998માં ભાવનગર દક્ષિણમાંથી પ્રથમ વખત જીત્યા હતા અને  ધારાસભ્ય બન્યા હતા. સુનિલ ઓઝા શરૂઆતમાં કેશુભાઈ પટેલના નજીકના ગણાતા હતા, જો કે વર્ષ 2002ની રાજકોટની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી સાથે પણ તેમની નિકટતા વધી હતી.

નરેન્દ્ર મોદીના જીવનની પ્રથમ ચૂંટણીનો પ્રચાર સુનિલ ઓઝાએ કર્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેમના જીવનની પ્રથમ ચૂંટણી લડી હતી. વજુભાઈ વાળાના સ્થાને તેઓ પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં આવ્યા, ત્યારે રાજકોટમાં તેમની ચૂંટણીના પ્રભારી સુનિલ ઓઝા હતા. ઓઝાએ પોતાની બુદ્ધિ અને મહેનતથી આ ચૂંટણીમાં વધુ સારી ચૂંટણી વ્યવસ્થા કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">