બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં AAP પછી હવે કોંગ્રેસને મળશે ઝટકો ? એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ
આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી લીધી છે. આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે.
ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી લીધી છે. આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે.
કોંગ્રેસમાંથી પણ એક ધારાસભ્ય રાજીનામું આપશે ?
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં હવે પક્ષપલટાની મોસમ પણ શરુ થઇ ગઇ છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યુ હતુ, ત્યારે હવે કોંગ્રેસમાંથી પણ એક ધારાસભ્ય રાજીનામું આપશે તેવી માહિતી મળી રહી છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે.
ગત સપ્તાહે આપમાંથી પડ્યુ હતુ રાજીનામું
ગુજરાતમાં લોકસભા ચૂંટણી નજીક આવતા હવે ફરીથી કોંગ્રેસ તૂટી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. ગત સપ્તાહમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ પાંચ ધારાસભ્યો રાજીનામું આપશે તેવા સમાચાર વહેતા થયા હતા. જો કે માત્ર એક ધારાસભ્યને તોડવામાં ભાજપ સફળ રહી હતી. આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યુ હતુ અને ભાજપમાં સામેલ થયા હતા.
કોંગ્રેસમાં હાલ 17 ધારાસભ્ય
ગુજરાતમાં હાલ 17 ધારાસભ્ય કોંગ્રેસમાં છે. જો કોંગ્રેસમાં એક પણ રાજીનામું પડે તો કોંગ્રેસનું સંખ્યાબળ નબળુ પડી જશે. કોંગ્રેસનું સખ્યાબળ 16 પર આવીને અટકી જશે.હંમેશા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટા જોવા મળે છે. વારંવાર જોવા મળ્યુ છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પક્ષ છોડી ભાજપમાં જતા હોય છે.
વિપક્ષ નબળુ પડી જશે ?
અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે, તેને જોઇને લાગી રહ્યુ છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય. જો કે વિયક્ષ માટે આ ખૂબ જ મોટો સેટબેક કહી શકાય.ગુજરાતમાં ફરી કોંગ્રેસ તૂટી રહી હોય તેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
કોંગ્રેસનો રાજીનામું આપતો ચહેરો ક્યાંનો ?
ભાજપ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એવી બેઠકની જાણકારી મેળવવામાં આવી હતી કે જ્યાં ઓછા માર્જિનથી હાર થઇ હતી.એવી બેઠક કે જે ભાજપની પરંપરાગત બેઠક હતી અને બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.આ તમામ બેઠકોમાં બનાસકાંઠા અને મધ્ય ગુજરાત ઝોનમાં કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં સફળતા મળી હતી, ત્યારે માનવામાં આવી રહ્યુ છે કે આજે કોંગ્રેસમાંથી જે રાજીનામું પડશે તે મધ્ય ગુજરાતમાંથી હોઇ શકે છે.ભાજપ દ્વારા મધ્ય ગુજરાતની બેઠકોને મજબૂત કરવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે.