19 ડિસેમ્બરના મહત્વના સમાચાર: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને મથુરામાં અકસ્માત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2023 | 11:50 PM

આજે 19 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

19 ડિસેમ્બરના મહત્વના સમાચાર: રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને મથુરામાં અકસ્માત
Gujarat latest live news and Breaking News today 19 December 2023

આજે ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ત્રણ ફોજદારી કાયદા સંશોધન બિલ રજૂ કરશે. પીએમ મોદીએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના કોરોનામાંથી ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. કેરળમાં કોરોનાના 111 નવા કેસની પુષ્ટિ, અત્યાર સુધીમાં 1600 વધુ કેસ નોંધાયા છે. જેકલીન ફર્નાન્ડિઝે EDના મની લોન્ડરિંગ કેસ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. લખનૌમાં નોંધાયેલ AIમાંથી અવાજ કાઢીને છેતરપિંડીનો પહેલો કેસ, 45 હજાર રૂપિયાની છેતરપિંડી. ગાઝિયાબાદના મોહન નગર ઈન્ડસ્ટ્રીયલ ફેક્ટરી સાઈટ-2માં એક રેડીમેડ કપડાની ફેક્ટરીમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી કે સાઈ ફેબ્રિકેશન રેડીમેડ ગારમેન્ટ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી છે અને ત્યાં હાજર છ કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Dec 2023 11:50 PM (IST)

    જામનગર: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, કોર્પોરેટર રચના માડમ અને મેયર વચ્ચે શાબ્દિક ઘમાસાણ

    જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો થયો. બેઠકમાં કોર્પોરેટર રચના માડમ અને મેયર વચ્ચે શાબ્દિક ઘમાસાણ થઇ. રચના માડમે આક્ષેપ કર્યા કે, વાવાઝોડા દરમિયાન કેટલાંક ખોટા બિલ બનાવાયા અને અમુક કોન્ટ્રાક્ટરોને સાચવ્યા. સાથે જ ભૂગર્ભ ગટર સહિતના કેટલાંક કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો. સાથે વિપક્ષ નેતા ધવલ નંદાએ પણ કેટલાંક આક્ષેપ કર્યા

  • 19 Dec 2023 11:15 PM (IST)

    રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને મથુરામાં અકસ્માત

    રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માની કારને મંગળવારે અકસ્માત થયો હતો. મથુરામાં ગિરિરાજજીના દર્શન કરવા જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેમની કાર રસ્તા પરથી ઉતરીને નાળામાં પડી હતી. જો કે, ભજનલાલ શર્મા આ અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો હતો અને તેમને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બન્યા બાદ ભજનલાલ મંગળવારે ભરતપુર પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • 19 Dec 2023 10:38 PM (IST)

    બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો દાવો, હવે AAPના એકપણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય

    બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો દાવો કરતા કહ્યું છે કે હવે AAPનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યો કે ભાજપ વિપક્ષને દબાવવાનું કામ કરે છે, પરંતુ અમે કોઈ ભાજપમાં જોડાવવાના નથી. આ ઉપરાંત ધારાસભ્યે કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત બિલકુલ અફવા છે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ ક્યારેય ભાજપમાં સામેલ નહીં થઈએ. તો જામજોધપુરના AAPના ધારાસભ્ય હેમંત ખવાએ પણ ભાજપમાં જવાની વાતને નકારીને કહ્યું કે મતદારો સાથે દ્રોહ ક્યારે નહીં કરું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહી જોડાઉં.

  • 19 Dec 2023 09:51 PM (IST)

    સુરેન્દ્રનગરમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ સક્રિય, વઢવાણના ગણપતિ મંદિરમાં ચોરી

    સુરેન્દ્રનગરમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે. વઢવાણમાં આવેલા ગણપતિ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ચડ્ડી-બનિયાનધારી ગેંગના 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. મંદિરમાં રહેલી 3 દાનપેટીને ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. મંદિરમાં ચોરીથી ભાવિકોમાં રોષ ફેલાયો છે. તસ્કરો સામે આકરી કાર્યવાહી કરવા માગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પણ આ જ મંદિરમાંથી 3 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારે ફરી એકવાર મંદિરમાં ચોરીની ઘટના બની છે. વઢવાણમાં જાણે તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ 7 દિવસમાં એક જ મંદિરમાં બે-બે વાર ચોરી કરી છે. 13 ડિસેમ્બરે તસ્કરોએ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા ગણપતિજીના મંદિરના તાળા તોડી રોકડ અને કિંમતી વસ્તુઓ અને દાનપેટીની ચોરી કરી હતી.

  • 19 Dec 2023 09:19 PM (IST)

    કેરળમાં કોરોનાના 115 નવા કેસ, દેશમાં કુલ 142 કેસ

    દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. કેરળની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કુલ 115 નવા કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ રાજ્યમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,749 થઈ ગઈ છે. દેશભરમાં કોરોનાના આંકડાઓની વાત કરીએ તો 24 કલાકમાં કોરોનાના 142 નવા કેસ નોંધાયા છે.

  • 19 Dec 2023 08:56 PM (IST)

    મહેસાણામાં અસામાજિક તત્વોનો પડકાર, ગુજસીટોકનો આરોપી જામીન પર છૂટતા કરાઈ આતશબાજી

    મહેસાણા જિલ્લામાં જાણે કે અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય સ્થિતિ છે. જેલમાંથી આરોપી છૂટવા પર આતશબાજી કરી કરીને ઉજાણી મનાવી હતી. ગુજસીટોકનો આરોપી હનીફના જામીન હાઈકોર્ટે કેટલીક શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા. જામીન પર આરોપી છૂટવાને લઈ અસમાજીક તત્વો દ્વારા ઉજાણી કરવામાં આવી હતી. કોઈ કાર પર ચડીને રસ્તા પર આતશબાજી કરી રહ્યા હતા. આ શખ્શોએ એ સ્થળ પર આતશબાજી કરી હતી, જ્યાં DySP મંજીતા વણઝારા પર હુમલો કરવામાં આવ્ઓ હતો. આરોપી હનીફને 7 જિલ્લામાંથી તડીપાર કરાયો હતો અને તેના સહિત તેના 15 સાથીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  • 19 Dec 2023 07:41 PM (IST)

    વાઇબ્રન્ટ સમિટ-2024ની તૈયારીઓને અપાયો આખરી ઓપ

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજાશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કોર કમિટીની બેઠકમાં નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા.

  • 19 Dec 2023 06:58 PM (IST)

    સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષ 22 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે

    સંસદની સુરક્ષામાં ક્ષતિઓ સામે વિરોધ કરી રહેલા 141 સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિપક્ષ 22 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. વિપક્ષી ગઠબંધન ભારતના ઘટક પક્ષોએ સંસદમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શનની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો.

  • 19 Dec 2023 06:17 PM (IST)

    ઈડર આંગડીયામાંથી પૈસા લઈ નિકળેલ યુવકની લૂંટનો મામલો

    સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ મચાવવા સાથે લૂંટની પણ ઘટનાઓ સામે આવવા લાગી છે. જેને લઈ હિંમતનગર એલસીબીની ટીમ દ્વારા તસ્કરો અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરુ કર્યા છે. આ દરમિયાન બે લૂંટારુઓને ઝડપી પાડવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. હિંમતનગર એલીસીબીની ટીમે ઈડર લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

  • 19 Dec 2023 05:22 PM (IST)

    ગાંધીનગર : ગુજરાતમાં ફરી કોરોનાથી વધી ચિંતા

    • રાજ્યમાં કોવિડના બે કેસ મળ્યા
    • બંને દર્દીઓએ સાઉથ ઈન્ડિયામાં કરી હતી મુસાફરી
    • બંને દર્દીની તબિયત હાલમાં સ્થિર
  • 19 Dec 2023 05:15 PM (IST)

    'ગૃહમાં કોઈ સાંસદ નથી, લોકશાહી સસ્પેન્ડ', રાઘવ ચઢ્ઢાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

    આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સવાલ ઉઠાવ્યો છે કે સંસદની સુરક્ષાના મુદ્દે કેન્દ્ર સરકારને સવાલ પૂછનારા 141 વિપક્ષી સાંસદોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા? રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ કેવી લોકશાહી છે કે જેઓ સરકારને સવાલ પૂછે છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે.

  • 19 Dec 2023 05:11 PM (IST)

    મેરઠમાં ધોળા દિવસે મહિલાની ગોળી મારીને હત્યા

    મંગળવારે, મેરઠ જિલ્લાના દૌરાલા વિસ્તારમાં એક મોટરસાઇકલ સવાર યુવક દ્વારા એક મહિલાની કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સોની (28) તેના ભાઈ અનુજના ઘરેથી પગપાળા મવીમીરા ગામમાં જઈ રહી હતી અને જ્યારે તે મોટા મંદિર પાસે પહોંચી ત્યારે મોટરસાઈકલ પર આવેલા એક યુવકે તેના પર ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી સોનીને મોદીપુરમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

  • 19 Dec 2023 04:32 PM (IST)

    સાઉથ આફ્રીકા ટોસ જીતીને પસંદ કરી બોલિંગ, રિંકૂ સિંહ કરશે વનડે ડેબ્યુ

    બીજી વનડે મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રિંકૂ સિંહે ભારત માટે ડેબ્યૂ કર્યું છે. શ્રેયસ અય્યર ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયો છે. તે આ મેચમાં રમી રહ્યો નથી.

    સાઉથ આફ્રિકા : એડન માર્કરામ (કેપ્ટન), ટોની ડી જ્યોર્જ, રીઝા હેન્ડ્રિક્સ, રાસી વાન ડેર ડુસેન, હેનરિચ ક્લાસેન (વિકેટકિપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નેન્દ્રે બર્જર, લીઝાદ વિલિયમ્સ, બુરેન હેન્ડ્રિક્સ.

    ભારત : કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, સાઈ સુધરસન, તિલક વર્મા, સંજુ સેમસન, રિંકુ સિંઘ, અક્ષર પટેલ, અર્શદીપ સિંઘ, આવેશ ખાન, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

  • 19 Dec 2023 04:26 PM (IST)

    એલ્ગાર પરિષદ કેસમાં ગૌતમ નવલખાને રાહત, બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા

    એલ્ગાર પરિષદ-માઓવાદી કનેક્શન કેસમાં ધરપકડ કરાયેલા કાર્યકર્તા ગૌતમ નવલખાને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જસ્ટિસ એએસ ગડકરીની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે નવલખાની જામીનની અરજી સ્વીકારવામાં આવી છે. આના પર, NIAએ કોર્ટને આદેશના અમલીકરણ પર છ અઠવાડિયા સુધી રોક લગાવવા વિનંતી કરી, જેથી તે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે. આના પર બેન્ચે ત્રણ સપ્તાહ માટે આદેશ પર સ્ટે આપ્યો હતો.

  • 19 Dec 2023 03:36 PM (IST)

    Gujarat News : ઠંડીના ચમકારા વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી

    રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો અમરેલી, રાજકોટ, પોરબંદર,દ્વારકા,કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

  • 19 Dec 2023 03:35 PM (IST)

    ભારત ગઠબંધનની બેઠકમાં કોંગ્રેસનો મોટો નિર્ણય, પાંચ સભ્યોની સમિતિની રચના

    ભારત ગઠબંધનની બેઠક પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે નેશનલ એલાયન્સ કમિટીની રચના કરી છે. 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પાંચ સભ્યોની સમિતિમાં અશોક ગેહલોત, સલમાન ખુર્શીદ, ભૂપેશ બઘેલ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશના નામ સામેલ છે. વાસનિકને સંયોજક બનાવાયા છે.

  • 19 Dec 2023 02:52 PM (IST)

    બેઠક પહેલા ઉદ્ધવ ઠાકરે મમતા બેનર્જીને મળ્યા હતા

    આજે દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા એલાયન્સની બેઠક પહેલા, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા હતા. આ પછી તેઓ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને મળ્યા. આ દરમિયાન આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર હતા.

  • 19 Dec 2023 02:08 PM (IST)

    શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન મુશ્કેલીમાં ! છેતરપિંડી મામલે ED પાઠવ્યું સમન્સ

    ED બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલો પ્રોપર્ટી સાથે જોડાયેલો છે. કેટલાક મહિનાઓ પહેલા મુંબઈમાં રહેતા કિરીટ જસવંત નામના વ્યક્તિએ લખનૌમાં ગૌરી ખાન વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. જેમાં હવે ED ગૌરી ખાનને નોટિસ મોકલીને તેની પૂછપરછ કરી શકે છે.

  • 19 Dec 2023 01:42 PM (IST)

    વિપક્ષને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવી રહ્યો છે - જયરામ રમેશ

    કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આજે એકલા ભારતીય પક્ષોના ઓછામાં ઓછા 50 વધુ સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવી રહ્યો છે જેથી ખતરનાક બિલો કોઈપણ અર્થપૂર્ણ ચર્ચા વિના પસાર થઈ શકે. આ એટલા માટે પણ થઈ રહ્યું છે કે 13 ડિસેમ્બરના રોજ બે આરોપીઓને લોકસભામાં દાખલ કરાવનારા ભાજપના સાંસદો સ્વચ્છ છે. નવી સંસદમાં 'નેમોક્રસી'ના તમામ પ્રકારના અત્યાચારો પ્રકાશમાં આવી રહ્યા છે.

  • 19 Dec 2023 01:40 PM (IST)

    અમે સંસદમાં અમારા વિચારો વ્યક્ત કરી શકતા નથી - ડિમ્પલ યાદવ

    વિપક્ષી સાંસદોના સસ્પેન્ડ પર સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આજે 40થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ લોકસભા અને રાજ્યસભાના મળીને 80 થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકશાહી વ્યવસ્થા માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે સંસદમાં અમારા વિચારો રજૂ કરી શકતા નથી તે સરકારની સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે.

  • 19 Dec 2023 12:20 PM (IST)

    સંસદમાં જોરદાર હંગામો, રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

    સંસદ સ્થગિત કરવાને લઈને ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

  • 19 Dec 2023 11:56 AM (IST)

    Gujarat News : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો,ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો,ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું

  • 19 Dec 2023 09:51 AM (IST)

    રાજ્યમાં હાઈપ્રેસર સિસ્ટમ બગડવાની સાથે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થાય તેવી સંભાવના

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક સપ્તાહમાં પવનના કારણે રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ જોવા મળશે. તો હાઈપ્રેસર સિસ્ટમ બગડવાની સાથે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આગામી બે દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે.

  • 19 Dec 2023 09:49 AM (IST)

    74 દિવસ, 19,000થી વધુના મોત ! ઈઝરાયલ-હમાસ યુદ્ધનો ક્યારે આવશે અંત ? ઈઝરાયલ રક્ષામંત્રીએ કહી મોટી વાત

    ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 74 દિવસથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, પરંતુ હજુ આ યુદ્ધ ખતમ થવાનુ નામ લઈ રહ્યુ નથી. ગાઝામાં ચાલી રહેલા બોમ્બ ધડાકા વચ્ચે ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે મોટું નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું કે યુદ્ધ પૂર્ણ થવામાં હજુ સમય લાગસે અને હજુ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહશે. ઇઝરાયલના રક્ષા મંત્રીનું આ નિવેદન અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથેની બેઠક બાદ આવ્યું છે. જેમના આ નિવેદનથી વિશ્વ ચોંકી ગયુ છે સતત 74 દિવસ યુદ્ઘ ચાલ્યા બાદ હજુ પણ તેને પૂર્ણ કરવામાં કેમ નથી આવી રહ્યું?

  • 19 Dec 2023 09:49 AM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આપશે રાજીનામુ :સૂત્ર

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામુ આપી શકે છે. 11 વાગ્યા બાદ વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું આપી શકે છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઇ શકે છે.

    કોંગ્રેસ નબળી પડી જશે ?

    ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે 11 વાગ્યા બાદ રાજીનામું આપી શકે છે. આ સાથે જ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે.

  • 19 Dec 2023 08:41 AM (IST)

    ગુજરાતમાં AAP પછી હવે કોંગ્રેસને મળશે ઝટકો ? એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ

    ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસમાં ફરી ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપના સંપર્કમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી લીધી છે. આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી શક્યતા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે.

  • 19 Dec 2023 08:03 AM (IST)

    ગૌતમ અદાણીએ લીધો મહત્વનો નિર્ણય, એક સાથે 4 નવી કંપનીઓ બનાવી, જાણો તેમના નામ અને કામ

    ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીએ મહત્વનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ નાઈન લિમિટેડે 4 પેટાકંપની એકમોની રચના કરી છે. અદાણી ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ સોમવારે 2,974.00 સપાટીએ બંધ થયા હતા. આ સ્ટોક ચાલુવર્ષે 22.58% નુકસાન દર્શાવે છે.

  • 19 Dec 2023 08:03 AM (IST)

    વેદાંતાએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી, 1100% લાભ મળશે, જાણો વિગતવાર માહિતી

    દેશની દિગ્ગ્જ કંપની વેદાંતાએ બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની રોકાણકારોને એક શેર પર 11 રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ આ મહિને નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સોમવારે બજાર બંધ થવાના સમયે વેદાંત લિમિટેડના એક શેરની કિંમત 1.34 ટકાના વધારા સાથે 260.60 રૂપિયા હતી.

  • 19 Dec 2023 08:02 AM (IST)

    કોરોનાના નવા JN.1 વેરિઅન્ટે ભારતમાં શરુ કર્યુ મોતનું તાંડવ, 5નાં મોત, 335 નવા કેસ

    કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ.દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ છે. ભારતમાં પ્રવેશ સાથે જ આ વાયરસે મોતનું તાંડવ શરુ કરી દીધુ છે. ભારતમાં ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના આ નવા વાયરસથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.

  • 19 Dec 2023 07:12 AM (IST)

    ચીનમાં ભૂકંપમાં ઓછામાં ઓછા 95 લોકોના મોત થયા છે

    ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપમાં ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં ઓછામાં ઓછા 95 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆને ટાંકીને એપીના અહેવાલ મુજબ, 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

  • 19 Dec 2023 07:05 AM (IST)

    ગાઝિયાબાદમાં કાપડની ફેક્ટરીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે

    ગાઝિયાબાદના મોહન નગર ઈન્ડસ્ટ્રીયલ ફેક્ટરી સાઈટ-2માં એક રેડીમેડ કપડાની ફેક્ટરીમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી કે સાઈ ફેબ્રિકેશનની તૈયાર કપડાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી અને ત્યાં હાજર છ કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કરતી વખતે તેમાંથી એકને ઈજા થઈ હતી. ચીફ ફાયર ઓફિસર રાહુલ પાલે જણાવ્યું હતું કે ગરમીના કારણે ફેક્ટરીની એક દિવાલમાં તિરાડ પડી હતી. આગ ઓલવવા માટે 14 ફાયર એન્જીનો કામે લાગ્યા હતા.

Published On - Dec 19,2023 7:04 AM

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">