AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારીના પગલા લેવા કૃષિ નિયામકની અપીલ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ગુજરાતમાં વરસાદનો માહોલ રહેશે. કમોસમી વરસાદના પગલે કેટલીક વાર પાકને નુકસાન થયુ હોય છે. અગમચેતી માટે ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારીના પગલા લેવા કૃષિ નિયામકની અપીલ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 5:07 PM
Share

હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું છે.

કાપણી કરેલા પાક માટે રાખો સાવચેતી

વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં ન રાખવો.

જો પાક ખુલ્લામાં હોય તો સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લો અથવા તો પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો. જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળો

વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો.

આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરી શકો છો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">