AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા

શિવાલીક હાઇટ્સમાં આગ લાગ્યાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી. શિવાલીક હાઇટ્સના ચોથા માળે આવેલ ઓફિસમાં લાગેલ આગ અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે, બિલ્ડીંગના તમામ લોકોને ધાબે ખસેડવામાં આવ્યા હતા. શિવાલિક હાઈટ્સ બિલ્ડીંગમાં કાચનો વધુ વપરાશ હોવાના કારણે આગને કારણે થયેલ ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો.

Breaking News : અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2026 | 5:23 PM
Share

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ બહુમાળી ઈમારત શિવાલીક હાઇટ્સના ચોથા માળે એક ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે શિવાલીક હાઇટ્સના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે જે ઓફિસમાં આગ લાગી હતી તે ઓફિસમાં કાચનો વધુ પડતો વપરાશ હોવાથી આગનો ધૂમાડો બહાર નીકળી શક્યો નહતો. પરિણામે ધૂમાડાને કારણે લોકોને ગુંગળામણ ના થાય તે માટે કેટલાક લોકો દોડીને શિવાલીક હાઇટ્સના ધાબા પર પહોચી ગયા હતા.

શિવાલીક હાઇટ્સમાં આગ લાગ્યાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી. શિવાલીક હાઇટ્સના ચોથા માળે આવેલ ઓફિસમાં લાગેલ આગ અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે, બિલ્ડીંગના તમામ લોકોને ધાબે ખસેડવામાં આવ્યા હતા. શિવાલિક હાઈટ્સ બિલ્ડીંગમાં કાચનો વધુ વપરાશ હોવાના કારણે આગને કારણે થયેલ ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો. આથી કેટલાક લોકોને ધાબા ઉપર મોકલવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે ગૂંગળામણ થવાની સમસ્યા પણ સામે આવી હતી.

જો કે, આગને કારણે હાલમાં એક પણ વ્યક્તિને ઇજા થયાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. બિલ્ડીગના ધાબા પર ચડેલા 100થી વધુ લોકોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. આગ ઉપર સંપૂર્ણ કાબુ કરી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે આગનો આ બીજો બનાવ બન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં આગના બનાવો ખૂબ જ વધી જતા હોય છે. ખાસ કરીને કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આગના બનાવો વધુ બનતા હોવાનુ સામે આવ્યું છે.

અરવલ્લીમાં સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના 83 છોડ પકડાયા

Follow Us
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
g clip-path="url(#clip0_868_265)">