સુદર્શન સેતુનું લોકાર્પણ ભગવાને મારા ભાગ્યમાં લખ્યું હતું – PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે દ્વારકાથી બેટ - દ્વારકા જવા માટે બનાવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ છે. ત્યાર બાદ એક જાહેર સભા સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાની મુલાકાતે છે. ત્યારે તેમણે આજે દ્વારકાથી બેટ – દ્વારકા જવા માટે બનાવેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ છે. ત્યાર બાદ એક જાહેર સભા સંબોધી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે દ્વારકા ચાર ધામ અને સપ્તપુરી બંનેનો ભાગ છે.
સુદર્શન સેતુ એક સુવિધા નથી એન્જિનિયરિંગ કમાલ છે
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુને લઈ કહ્યું કે આ એક ફક્ત બ્રિજ નથી પરંતુ એન્જિનિયરીંગનો કમાલ છે. આ સેતુ ભારતીયો માટે મોટી ભેટ છે. તમામ ગુજરાત વાસીઓને શુભકામના પાઠવી હતી.
The demand for Bridge had been raised ever since I was CM of Gujarat, says PM Modi after inaugurating Sudarshan Setu#Dwarka #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/2oaKLKEaX2
— Tv9 Gujarati (@tv9gujarati) February 25, 2024
દ્વારકામાં પ્રધાનમંત્રીના કોંગ્રેસ પર પ્રહાર
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં દ્વારકા ખાતે યોજેલી સભામાં જણાવ્યું કે વારંવાર કોંગ્રેસની સરકારના સમયે આ વિસ્તારના વિકાસ માટે વાત કરી હતી. પરંતુ તેમણે આ અંગે ધ્યાન આપ્યું નથી. ભગવાને આ સેતુનું લોકાર્પણ મારા ભાગ્યમાં લખ્યું હતુ. તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું.
PM મોદીએ દ્વારકાના દરિયામાં કર્યુ સ્કુબા ડાઇવ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન બાદ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. તેમણે લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા દ્વારકાના જગત મંદિરમાં પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ ચાલતા ચાલતા સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. પીએમ મોદીની મુલાકાતના પગલે નેવી પણ સતત પેટ્રોલીગ કરી રહી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..