ડાકોર મંદિર કમિટીએ, આગામી શરદ પૂર્ણિમાએ ભક્તોને રણછોડરાયના દર્શન કરવાની મંજૂરી આપી છે. એટલુ જ નહી, ડાકોર રણછોડરાય મંદિર મેનેજમેન્ટ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ શરદ પૂર્ણિમાથી ભક્તો માટે પૂર્ણિમાના દર્શન ખુલ્લા મૂકવાનો પણ નિર્ણય જાહેર કરાયો છે. કોરોના કાળના 6 માસ બાદ ડાકોરના ઠાકોર ભક્તોને પૂનમના દર્શન આપશે. મંદિર કમિટીએ જાહેર કરેલા નિર્યણ મુજબ ફરજિયાત ઓનલાઈન બુકીંગથી માત્ર 11000 દર્શનાર્થી ભક્તો જ ઠાકોરજીના દર્શન કરી શકશે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે આજથી જ મંદિરની વેબસાઈટ www.ranchhodrayji.org ઉપર બુકીંગ શરૂ કરાશે
આ પણ વાંચોઃ બિહાર વિધાનસભાની આજે પ્રથમ તબક્કાની 71 બેઠકો માટે ચૂંટણી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો