AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, વિશ્વ સંભારણા દિવસે લોકોએ સાવચેતી રાખવા શપથ લીધા

ડાંગ  - ભરૂચ :  માર્ગ અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકોમાં જાગૃતિ કેળવી માર્ગ અકસ્માત તથા તેમાં થતાં મૃત્યુ દરને ઘટાડવા વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે 'વિશ્વ સંભારણા દિન' ઉજવવામાં આવે છે. 

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, વિશ્વ સંભારણા દિવસે લોકોએ સાવચેતી રાખવા શપથ લીધા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 7:42 AM
Share

ડાંગ  – ભરૂચ :  માર્ગ અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લોકોમાં જાગૃતિ કેળવી માર્ગ અકસ્માત તથા તેમાં થતાં મૃત્યુ દરને ઘટાડવા વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વિશ્વ સંભારણા દિન’ ઉજવવામાં આવે છે.

આ અવસરે  108 ઈમરજન્સી સેવા અને આરટીઓ વિભાગના સહયોગથી ભરૂચમાં ટોલનાકા પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ડાંગમાં પણ શ્રદ્ધાંજલિ કર્યક્રમ યોજાયો હતો.

ભરૂચમાં અકસ્માતની સંખ્યા ઘટાડવા અને ઇજાગ્રસ્તોને મદદરૂપ થવાની તાલીમ અપાઈ

સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે આ વિશેષ દિવસ ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ભરૂચ 108 ઈમરજન્સી સેવા તથા આરટીઓ વિભાગના સંકલન સાથે ભરૂચ ટોલનાકા પાસે એક શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં મૃત્યુ પામેલાઓને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સાથે એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

આ અવસરે 108 ઇમરજન્સી દ્વારા એમ્બ્યુલન્સ ડેમોસ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કોઈપણ ઇજાગ્રસ્ત વ્યક્તિને ઈમરજન્સી મદદ ન મળે ત્યાં સુધી કેવી રીતે એક સામાન્ય માણસ મદદ કરી શકે તે બાબતે એક ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સીપીઆરની ટ્રેનીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં આરટીઓ વિભાગના કર્મચારીઓ 108 ના કર્મચારીઓ ભરૂચ ટોલનાકાના કર્મચારીઓ અને ટોલનાકામાંથી પસાર થતા વાહન ચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

ડાંગમાં લોકોએ પ્રતિજ્ઞા લીધી

આ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓએ બે મિનિટનું મૌન પાળી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધાંજલિ અર્પી પ્રતિજ્ઞા લીધી હતી.

આ અવસરે સાવચેતી માટે આ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

  • સમય બચાવવા રોન્ગ સાઈડ તરફ ડ્રાઈવિંગ નહીં કરીએ
  • ચાર રસ્તા પર સિગ્નલ ખૂલે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોઈશું
  • હંમેશાં હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીશું
  • ક્રોસિંગ પર રસ્તો ક્રોસ કરતા રાહદારીઓને પ્રાધાન્ય આપીશું
  • માર્ગ પર રેસ કે સ્ટન્ટ નહીં કરીએ
  • શહેરના માર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિક ઓછો હોય ત્યારે પણ વાહન હંમેશાં ધીમી ગતિથી ચલાવીશું
  •  હાઈવે પર નિયત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવીશું
  • ખોટી ઉતાવળ કરીને જોખમી ઓવરટેક નહીં કરીએ
  • વાહનમાં નિયત મર્યાદામાં જ મુસાફરો કે સામાન ભરીશું
  • લેન ડ્રાઈવિંગની શિસ્ત જાળવીશું

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">