DANG : વધઇ અને સુબીર ખાતે બે ઇંચ વરસાદ, ગિરિમથક સાપુતારામાં પણ અવિરત વરસાદ

જિલ્લામાં પાછલા 24 કલાકમાં સરેરાશ 42 મીમી વરસાદ પડ્યો છે. વધઈ અને સુબીર ખાતે બે ઈંચથી વધુ તો ગિરિમથક સાપુતારામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 4:52 PM

DANG : જિલ્લામાં પાછલા 24 કલાકમાં સરેરાશ 42 મીમી વરસાદ પડ્યો છે. વધઈ અને સુબીર ખાતે બે ઈંચથી વધુ તો ગિરિમથક સાપુતારામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ડાંગમાં અવિરત વરસાદથી અંબિકા નદી પરના બે લો લેવલ કોઝ-વેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. વધઈ તાલુકાના સુપદહાડ, સૂર્યાબરડા, નાનાપાડા-કુમારબંધ માર્ગ બંધ થઈ ગયા છે. તંત્રએ રાહદારી, વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે. હાલ તો જિલ્લામાં અવિરત વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. અને, આ ઉપરાંત વરસાદને કારણે જિલ્લાનું વાતાવરણ નયનરમ્ય બન્યું છે. અને, જિલ્લામાં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યાં છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">