Weather update : ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળ્યો વાતાવરણમાં પલટો, ક્યાંક વાદળછાયુ વાતાવરણ, ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા

ગુજરાતમાં (Gujarat) કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) ઝાપટા પડવાની આગાહી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જે અનુસાર રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે.

Weather update : ગુજરાતના અનેક વિસ્તારમાં જોવા મળ્યો વાતાવરણમાં પલટો, ક્યાંક વાદળછાયુ વાતાવરણ, ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા
Sudden change of weather in Many Parts Of Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 12:26 PM

ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારમાં આજે વાતાવરણમાં પલટો (Atmosphere Change) જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી અમદાવાદ, દાહોદ, તાપી, પાટણ સહિતના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ (Cloudy weather) જોવા મળી રહ્યુ છે. રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં આ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) ઝાપટા પડવાની આગાહી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જે અનુસાર રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે.

ભારે પવનથી પાટણમાં હોર્ડિંગ્સ ફાટ્યા

આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના કારણે તાપમાનનો પારો ગગડતા ભારે ગરમીથી રાહત મળી રહી છે. જો કે વાદળછાયા વાતાવરણના કારમે બફારાનો અનુભવ પણ થઇ રહ્યો છે. તો પાટણમાં ભારે પવન સાથે ધૂળીયું વાતાવરણ સર્જાયુ હતુ. ભારે પવનના પગલે પાટણમાં અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ ફાટવાની ઘટના બની.

દાહોદ જિલ્લામાં વરસાદ

આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દેવગઢ બારીયા, ધાનપુર વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. છેલ્લા ચાર દિવસથી દાહોદ જિલ્લામાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. વરસાદ પડતા દાહોદ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તાપી જિલ્લામાં વરસાદી ઝાપટા

બીજી તરફ તાપી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. ડોલવણના ગડત ગામ સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન ફુંકાયો છે.

નવસારીમાં પણ વરસાદ

નવસારી જિલ્લાના ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે. ધોલાઇ બંદર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે

મહત્વનું છે કે હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુકુ વાતાવરણ રહેશે. રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દરમિયાન 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. દક્ષિણ તરફથી ફુંકાતા પવનને કારણે તાપમાન યથાવત રહેશે. જો કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન વિભાગનું માનીયે તો ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">