Dahod : ધાનપુરના ખજૂરી ગામમાં મહિલા અત્યાચારની ઘટના, વીડિયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી

ધાનપુરના ખજૂરી ગામે મહિલાને ઢોરમાર મારવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેના ખભા પર પુરૂષને બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી.

Dahod : ધાનપુરના ખજૂરી ગામમાં મહિલા અત્યાચારની ઘટના, વીડિયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી
Incident of atrocities against women
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 6:10 PM

Dahod : જિલ્લામાં મહિલા અત્યાચાર મુદ્દે પોલીસે 19 લોકો સામે ગુનો નોંધ્યો છે. અને 6 લોકોની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે ધાનપુરના ખજૂરી ગામે મહિલાને ઢોરમાર મારવામાં આવ્યો હતો. અને ત્યારબાદ તેના ખભા પર પુરૂષને બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી હતી. જેમાં ગ્રામજનો સાથે મહિલાઓ પણ જોડાઇ હતી.

જોકે તમામ લોકો તમાશો જોતા રહ્યા અને મહિલાની હાંસી ઉડાવતા રહ્યા. પરંતુ કોઇપણ વ્યક્તિ મહિલાની મદદે નહોતું આવ્યું. ઉલ્ટાનું અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાના આક્ષેપ સાથે મહિલાને માર મારવામાં આવ્યો હતો. જોકે ઘટનાનો વીડિયો વાયરલ થતા ધાનપુર પોલીસે 19 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. અને 6 લોકોની ત્વરિત ધરપકડ પણ કરી છે.

શું છે સમગ્ર કેસ ?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દાહોદના ધાનપુરના ખજૂરી ગામમાં એક પરિણીતા પર અત્યાચાર ગુજારાયો છે. 23 વર્ષની પરિણીતાનો ગુનો હતો પ્રેમી સાથે ભાગી જવાનો. આ કેસમાં પરિણીતા અને પ્રેમીની ગ્રામજનો અને પતિ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે, આ તમામ લોકોએ પરણિતાને ઢોરમાર માર્યો હતો. સાથે જ મહિલાના કપડાં ફાડી નાંખવામાં આવ્યા હતા. આટલું ઓછું હોય તેમ પરિણીતાના ખભા પર બેસાડીને જુલુસ કાંઢવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અને, વીડિયોને પગલે પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ટોળાની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જાણવા મળ્યા અનુસાર, આ બનાવમાં પોલીસે ઉપરોક્ત ટોળા પૈકી કેટલાકની અટકાયત પણ કરી છે. જ્યારે અન્યોની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

નોંધનીય છેકે આજના જમાનામાં મહિલાઓના વિકાસ અને ઉત્થાનની વાતો થઇ રહી છે. પરંતુ, દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં બનતી આવી ઘટનાઓ અનેક સવાલોને જન્મ આપે છે. આજે પણ કેટલાક સમાજમાં કુરિવાજો અને જુના રીતરિવાજોનું ચલણ છે. જે ખરેખર સમાજ માટે કલંકરૂપ બાબત કહી શકાય.

આ પણ વાંચો : Gandhinagar : આગામી અઠવાડિયામાં ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થશે

આ પણ વાંચો :  ગૃહપ્રધાન Amit Shahએ કહ્યું, હવે Third degree ના દિવસો ગયા, CRPC, IPC અને IEA માં પરિવર્તનના આપ્યા સંકેત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">