AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહપ્રધાન Amit Shahએ કહ્યું, હવે Third degree ના દિવસો ગયા, CRPC, IPC અને IEA માં પરિવર્તનના આપ્યા સંકેત

ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે સેન્ટર ફોર એક્સલેંસના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકાર CRPC, IPC અને IEA કાયદાઓમાં પરિવર્તન કરવા જઈ રહી છે. આમાં કેટલીક કલમો દુર કરાશે અને સાથે નવી કલમો જોડવામાં આવશે.

ગૃહપ્રધાન Amit Shahએ કહ્યું,  હવે Third degree ના દિવસો ગયા, CRPC, IPC અને IEA માં  પરિવર્તનના આપ્યા સંકેત
Home Minister Amit Shah said now the days of third degree are gone
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 5:47 PM
Share

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના સંશોધન અને વિશ્લેષણ માટેના સેન્ટર ફોર એક્સલેંસનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ તેમણે સંકેતો આપ્યા કે ભારત સરકાર CRPC, IPC અને IEA કાયદાઓમાં પરિવર્તન કરવા જઈ રહી છે.ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હવે થર્ડ ડીગ્રી ટોર્ચર ( Third degree) ના દિવસો નથી રહ્યા.

હવે થર્ડ ડીગ્રીના દિવસો ગયા : અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે સેન્ટર ફોર એક્સલેંસના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે મારા માટે આનંદની વાત છે કે જ્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની રચના થઈ ત્યારે મોદીજી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને હું ગૃહપ્રધાન હતો, અને જ્યારે તે ગુજરાતમાંથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બની ત્યારે મોદીજી દેશના વડાપ્રધાન છે અને હું ગૃહપ્રધાન છું. મોદી સરકાર દેશની ક્રિમીનલ જસ્ટિસ સીસ્ટમને મજબૂત અને અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હવે થર્ડ ડીગ્રી ટોર્ચર ( Third degree) ના દિવસો નથી રહ્યા. એટલે કે ગુનેગારની પૂછપરછ માટે આપવામાં આવતા થર્ડ ડીગ્રી ટોર્ચરની જરૂર નથી. કારણ કે પોલીસની તપાસ હવે વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષ્યને આધારે થવી જોઈએ.વૈજ્ઞાનિક પુરાવાને આધારે પૂછપરછ કરવાથી કઠણ વ્યક્તિને પણ ગુનો કબુલ કરાવી શકાય છે અને ગુનેગાર બનાવી શકાય છે.

અપરાધના કાયદાઓમાં ધડમૂળથી ફેરફાર કરવા ઈચ્છે છે સરકાર : અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) એ કહ્યું કે ભારત સરકાર CRPC, IPC અને IEA અપરાધ કાયદાઓમાં ધડમૂળથી ફેરફાર કરવા જઈ રહી છે. આમાં કેટલીક કલમો દુર કરાશે અને સાથે નવી કલમો જોડવામાં આવશે. તેમણે કહ્યું કે મેં બહુ પહેલા જ સૂચન કર્યું હતું કે 6 વર્ષથી વધુના સજાપાત્ર તમામ ગુનાઓમાં ફોરેન્સિક સાયન્સની મુલાકાત ફરજિયાત બનાવવી જોઈએ. જોવામાં આ ખુબ સારું લાગે છે, પણ આપણી પાસે માનવબળ નથી.

દરેક જિલ્લામાં હોવી જોઈએ FSL મોબાઈલ વાન : અમિત શાહ ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે દેશના દરેક જિલ્લામાં એક ફોરેન્સિક સાયન્સ લેબ મોબાઈલ વાન (Forensic Science Lab Mobile Van) હોવી જોઈએ. પણ આના માટે આપે યોગ્ય અને સક્ષમ વિદ્યાર્થીઓની જરૂર પડશે અને આ ત્યારે જ શક્ય બનશે જયારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) દરેક વિસ્તારમાં પોતાની કોલેજ શરૂ કરે, આપણે હવે વધુ રાહ નથી જોઈ શકતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">