AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod News: દેવગઢ બારિયા ખાતે મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને 18મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો

ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ છે અને વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કુદ અને તીરંદાજી, ભાઇઓ માટે 100 મીટર દોડ, 400 મીટર દોડ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તીરંદાજી, લાંબી દોડ રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ગીલી દડો અને સાઇકલ પોલો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Dahod News: દેવગઢ બારિયા ખાતે મંત્રી બચુ ખાબડના અધ્યક્ષ સ્થાને 18મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો
Dahod
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 4:49 PM
Share

Dahod : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા વહિવટી તંત્ર દાહોદ દ્વારા રમત ગમત સંકૂલ દેવગઢ બારિયા ખાતે 18મા ગ્રામીણ ઓલમ્પિક્નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો Dahod : પીપેરો એકલવ્ય આશ્રમ શાળા ખાતે યોજાયો કૃષિ મેળો, જુઓ Photos

આ પ્રસંગે મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે માટે 2004માં ઓલિમ્પિક મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોનું આયોજન કરવામા આવ્યુ છે અને વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ આપવામા આવશે.

આ ગ્રામીણ ઓલિમ્પિકમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કુદ અને તીરંદાજી, ભાઇઓ માટે 100 મીટર દોડ, 400 મીટર દોડ, ગોફણ ફેંક, ગીલ્લોલ, તીરંદાજી, લાંબી દોડ રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ગીલી દડો અને સાઇકલ પોલો જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બહેનો માટેની રમતોમાં 100 મીટર દોડ, 400 મીટર દોડ, તીરંદાજી, લાંબી દોડ, રસ્સાખેંચ, ખો-ખો, અને માટલા દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક રમતમાં ભાગ લેનાર રમતવીરોને મંત્રી બચુભાઈ ખાબડે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે કલેકટર ડો હર્ષિત ગોસાવી, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંગ રાઠવા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ જશવંતસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, મામલતદાર સમીરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોકભાઈ પટેલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(With Input : Pritesh Panchal, Dahod)

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">