Dahod : દાહોદમાં મધ્યપ્રદેશના પીટોલથી આવતા મજૂરોને હાલાકી, 4 કિમી પગપાળા જવા મજબૂર, જુઓ Video
મધ્યપ્રદેશના પીટોલથી મોટા ભાગના મુસાફરો મજુરી કામ માટે ગુજરાતમાં આવતા હોય છે. એસટી બસના પાટીયા પર પીટોલ સુધી જતી હોવાનું લખેલું હોય છે, પરંતુ પરમીટ ના હોવાના કારણે મુસાફરોને ચાર કિલોમીટર દુર ગુજરાતની બોર્ડર એવા ખંગેલા પર ઉતારી દેવામા આવે છે. જેના પગલે મુસાફરોને પગપાળા જવુ પડે છે. રાજ્યના અનેક શહેરોમાંથી આવતી બસો મધ્યપ્રદેશના પીટોલ સુધી જતી નથી.
Dahod : ગુજરાતના શહેરો તરફથી આવતી એસટી બસો પીટોલના બદલે ખંગેલા સુધી જ જતી હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાજ્યના અનેક શહેરોમાંથી આવતી બસો મધ્યપ્રદેશના પીટોલ સુધી જતી નથી. પીટોલથી મોટા ભાગના મુસાફરો મજુરી કામ માટે ગુજરાતમાં આવતા હોય છે.
એસટી બસના પાટીયા પર પીટોલ સુધી જતી હોવાનું લખેલું હોય છે, પરંતુ પરમીટ ના હોવાના કારણે મુસાફરોને ચાર કિલોમીટર દુર ગુજરાતની બોર્ડર એવા ખંગેલા પર ઉતારી દેવામા આવે છે. જેના પગલે મુસાફરોને પગપાળા જવુ પડે છે. રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા, હિંમતનગર સહિત અનેક મોટા શહેરોના ડેપોની બસો મધ્યપ્રદેશના પીટોલ સુધી ચાલતી હોય છે, પરંતુ એક રાજયથી અન્ય રાજયમાં જવાની પરમીટ ન હોવાથી મુસાફરોને ના છુટકે ગુજરાત રાજ્યની સરહદ ઉપર આવેલ ખંગેલા ખાતે ઉતરી જવુ પડે છે. TV9ની ટીમ દ્વારા રીયાલીટી ચેક કરાતા આ માહિતી સામે આવી છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો