રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

કોરોના સામેની મહામારીમાં સૌરાષ્ટ્રે વેન્ટિલેટર તૈયાર કર્યા બાદ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટના બે ઉદ્યોગપતિઓએ હવે એન-95 માસ્ક તૈયાર કર્યા છે. કાલાવડ હાઇ વે પર આણંદપર ગામ નજીક આવેલી પેલિકન નામની કંપનીએ N-95 માસ્ક તૈયાર કર્યા છે. 150 જેટલા કર્મચારીઓની ટીમની મદદથી માત્ર 20 દિવસમાં જ ફુલી ઓટોમેટિક મશીન તૈયાર કરવામાં આવ્યું છે. […]

Bhavesh Bhatti

|

May 04, 2020 | 12:51 PM

કોરોના સામેની મહામારીમાં સૌરાષ્ટ્રે વેન્ટિલેટર તૈયાર કર્યા બાદ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટના બે ઉદ્યોગપતિઓએ હવે એન-95 માસ્ક તૈયાર કર્યા છે. કાલાવડ હાઇ વે પર આણંદપર ગામ નજીક આવેલી પેલિકન નામની કંપનીએ N-95 માસ્ક તૈયાર કર્યા છે. 150 જેટલા કર્મચારીઓની ટીમની મદદથી માત્ર 20 દિવસમાં જ ફુલી ઓટોમેટિક મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 25 હજાર જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવે છે. આનંદની વાત એ છે કે જે મશીનમાં માસ્ક બને છે, તેના તમામ પાર્ટસ સ્થાનિક ઉદ્યોગો પાસેથી જ મળ્યા છે, એટલે કે આ માસ્ક સંપૂર્ણ રીતે સ્વદેશી છે. આ માસ્કની ગુણવત્તા પણ ચીન કરતાં ઘણી સારી છે.

આ પણ વાંચો: કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati