Ahmedabad ના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે બનશે સીએનજી ભઠ્ઠી
અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી રીક્રિએશન કમિટીની બેઠકમાં ઝૂમાં અવસાન પામતા પ્રાણીઓ માટે સીએનજી આધારિત અંતિમ સંસ્કાર સ્થાન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં લોકોના આકર્ષણ અને વન્ય જીવોને નિહાળવા માટેનું કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયના નવી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત આ ઝૂમાં પ્રાણીઓને પક્ષીઓ સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે. તેમજ આ ઝૂ જોવા આવતા પ્રવાસી માટે પણ સારી સુવિધા ઉભી કરવામાં આવી છે .
તેવા સમયે અમદાવાદ મહાનગર પાલિકાની (AMC) મળેલી રીક્રિએશન કમિટીની બેઠકમાં ઝૂમાં અવસાન પામતા પ્રાણીઓ માટે સીએનજી આધારિત અંતિમ સંસ્કાર સ્થાન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેના લીધે અત્યાર સુધી મૃત્યુ પામ્યા બાદ અવસાન પામેલા પ્રાણીઓને પશુઓને દાટવા કે સળગાવવામાં આવતા હતા તેમને હવે આ સીએનજી ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જેમાં પર્યાવરણ અને લાકડાની બચત કરવાના હેતુથી કોર્પોરેશને રૂપિયા 40 લાખના ખર્ચે ભઠ્ઠી તૈયાર કરવા નિર્ણય કર્યો છે. સીએનજી ભઠ્ઠી બનાવવાનું શરૂ થઈ ગયું છે અને 4 મહિનામાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.
આ અંગે એક સમાચાર પત્રને જણાવતા રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યું હતું કે હાલમાં માત્ર શિડ્યુલ-1 પક્ષી અને પ્રાણીના અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કાંકરિયા ઝૂમાં 1 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ તૈયાર થશે જેમાં મૃતક પક્ષી અને પ્રાણીઓના પોસ્ટમોર્ટમ પણ કરી શકાશે. આ બિલ્ડિંગમાં 35 લાખ કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીના 65 લાખ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે.
ઉલ્લેખનીય છે કે, ૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબિન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે. તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે.
તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબિન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સ્નેક્સના પેકેટમાંથી બહાર નીકળવા તરફડતી રહી મેના, તેના સંઘર્ષનો વીડિયો થયો વાયરલ