સાબરકાંઠાના હિંમતનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી
સાબરકાંઠા લોકસભા બેઠકના કાર્યકરો અને હોદ્દેદારો તથા પદાધિકારીઓ સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે. ટૂંકા સમયમાં જ બેઠકનું આયોજન કરી મુખ્યપ્રધાન શનિવારે સવારે હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં અપેક્ષિત કાર્યકરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તમામને મોબાઇલ બહાર રાખવા સહિત ચૂસ્તતા દાખવવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે શનિવાર 16, માર્ચે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં મુખ્ય પ્રધાન દ્વારા ચૂંટણીના સંદર્ભમાં આયોજન આપવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: હિંમતનગર આસપાસના 8 ગામના વિસ્તાર નગરપાલિકામાં સમાવાયા, ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ એક ખાનગી થિયેટર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં બેઠક બાદ ભોજનનું આયોજન નવા સરકીટ હાઉસ ખાતે કરવામાં આવ્યુ હતુ. ભોજન બાદ પણ કેટલાક મહત્વના આગેવાનો અને પદાધિકારીઓ સાથે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Mar 16, 2024 12:04 PM
Latest Videos