ઓરસંગ નદીના ચેકડેમના પાણીમાં ડૂબેલા આ બાળકો નજીકમાં આવેલી ડોન બોસ્કો હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ બાળકો ચાલુ શાળાએ જ ત્યાથી નીકળી ગયા હોવાની વાત સામે આવી હતી. ચેકડેમના પાણીમાં 3 જેટલા બાળકો નાહવા પડ્યા હતા જેમાથી કૃષ્ણા ગોરાના અને કાવ્ય શર્મા નામના બે બાળકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. શાળામાં ભણતા બાળકો સાથે બનેલી ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોક વ્યાપ્યો છે.
આસપાસ રહેલા સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોચતા એક બાળકનો આબાદ બચાવ થયો હતો. મહત્વનુ છે કે, છોટા ઉદેપુરમા બાળકો ઓરસંગ નદી નજીક આવેલી શાળામાં ભણતા હતા ત્યાના શિક્ષકો અને અધિકારીઓને આ વાતની જાણ થતાં તમામ ઘટના સ્થળ પર પહોચ્યા હતા. તમામ લોકોએ ભેગા મળી બચાવ કાર્ય શરૂ કરાયું હતું. મહત્વનુ છે કે, ડૂબીને મૃત્યુ પામેલા 2 બાળકોને પણ સ્થાનિકોએ પાણી માથી બહાર કાઢ્યા હતા.
છોટાઉદેપુરના ચેકડેમમાં 3 બાળકો ડૂબતા બેના મોત; સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢયા#Gujarat #TV9News pic.twitter.com/qc9lfmykbm
— Tv9 Gujarati (@tv9gujarati) April 11, 2023
બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની જાણ પરીવારના લોકોને થતાં પરીવારમાં શોકની લાગણી વ્યાપી હતી. બાળકોને જ્યારે શાળાએ મોકલ્યા હતા ત્યારે પરીવારે વિચાર્યું પણ નહીં હોય કે આવી ઘટના બનશે. અચાનક પરીવાર પર આવી પડેલી આફતને લઈ ચારેય તરફ આક્રંદ છવાયું હતું.
આ પણ વાંચો : રાંદેરમાં JCBમાં લાગી અચાનક આગ, સદનસીબે જાનહાનિ નહી, જુઓ ભડભડ સળગતા JCBનો Video
ઘટનાની જાણ 108 ની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોચી. પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનેલી આ ઘટનામાં શાળા સંચાલક અને વાલીઓએ બોધપાઠ લઈ બાળકોની યોગ્ય કાળજી લેવી આવશ્યક બની છે.
કેટલીક ઘટનાઓ એવી હોય છે જેમાં બાળકોના વાલીઓએ પણ ચેતવું જરૂરી બનતું હોય છે. કેટલીક એવી ઘટના જેમાં બાળકોના મોત પણ નિપજ્યાં છે. હાલમાજ રાજકોટમાં એક ઘટના બની હતી જેમાં બાળક રમતું રમતું ગુમ થતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઘરના જ અનાજની કોઠીમાં બાળક ફસાયુ હોવા છ્તા, ઘરના લોકો આ બાબતથી તદ્દન અજાણ હતા. કોઠીમાં છુપાવા જતાં બાળકનું ગુંગળાઈ જવાથી મોત થયું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…