CAA મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, તોફાની તત્વોને કડક સજા કરવામાં આવશે
નાગરિકતા સુધારા કાયદા મુદ્દે અમદાવાદ, વડોદરામાં થયેલી હિંસા પર રાજ્યમાં હવે રાજનીતિ તેજ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કૉંગ્રેસના નેતા અને કોર્પોરેટરોની સીધી સંડોવણી સામે આવી છે. જે લોકોએ તોફાન કર્યા છે, તેમને ચોક્કસ કડક સજા કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
નાગરિકતા સુધારા કાયદા મુદ્દે અમદાવાદ, વડોદરામાં થયેલી હિંસા પર રાજ્યમાં હવે રાજનીતિ તેજ થઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે કૉંગ્રેસના નેતા અને કોર્પોરેટરોની સીધી સંડોવણી સામે આવી છે. જે લોકોએ તોફાન કર્યા છે, તેમને ચોક્કસ કડક સજા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છીએ કે ગઈકાલે અમદાવાદની હિંસા પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ગુજરાત વિરોધી તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે. રાજ્યમાં કાશ્મીર પેટર્નથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો કોઈ દિવસ નથી જોવા મળ્યા, સાથે જ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આક્ષેપ કર્યો કે ગુજરાતનો માહોલ બગાડવા પાછળ રાજકીય લોકોની ભૂમિકા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અભિનેતા ફરહાન અખ્તરની સામે CAAને લઈ કેસ દાખલ, લોકોની વચ્ચે ડર અને અરાજકતા પેદા કરવાનો આરોપ