BZ ગ્રુપના કરોડોના કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ, 175 કરોડના વ્યવહારોના પુરાવા મળ્યા, જુઓ Video

BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિતના લોકોનો સમાવેશ થાય છે.

BZ ગ્રુપના કરોડોના કૌભાંડમાં 7 આરોપીઓની ધરપકડ, 175 કરોડના વ્યવહારોના પુરાવા મળ્યા, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2024 | 1:11 PM

ગુજરાતમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિતના લોકોનો સમાવેશ થાય છે.

આરોપી મયુરના 2 દિવસના રિમાન્ડ મંજૂર

CID ક્રાઇમે એજન્ટ મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, આશિક ભરથરી, સંજય પરમાર, અંકિતસિંહ અને રણવીરસિંહની ધરપકડ કરી છે. જેમાંથી માત્ર મયુર દરજીને જ કોર્ટમાં રજૂ કરી CID ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે કોર્ટે આરોપી મયુરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે અન્ય આરોપીઓના રિમાન્ડ ન માગતા તર્ક વિતર્ક સર્જાયા છે.

Vastu Tips : શું કોઈને કાચની વસ્તુ કોઈને ગિફ્ટ આપવી જોઈએ ?
આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો

7 આરોપીની પુછપરછમાં 175 કરોડના વ્યવહારોના પુરાવા મળ્યા

કરોડોના કૌભાંડીને શોધવા CID ક્રાઇમનો એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનું સામે આવ્યુ છે. TV9 સાથેની ખાસ વાતચીતમાં CID ક્રાઇમના DySPનું નિવેદન આપતા જણાવ્યુ છે કે આરોપીઓને શોધવા માટે 4 ટીમો બનાવવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બેંક એકાઉન્ટની તપાસમાં 175 કરોડના કૌભાંડના પુરાવા મળ્યા છે. જો કે 7 આરોપીની પુછપરછમાં 175 કરોડના વ્યવહારોના પુરાવા મળ્યા છે.

રોકાણકારો અને એજન્ટની યાદી મળ્યા બાદ વધુ થશે ખુલાસો

એજન્ટો અને BZ ગ્રુપમાં રોકાણકારોની યાદી પણ મળી છે. એજન્ટો ઉત્તર ગુજરાતના નિવૃત લોકોને ટાર્ગેટ કરતા હતા. રોકાણના નાણાં ક્યાં રોક્યા, કેટલી મિલકતો વસાવી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તો હવે CIDની ટીમે રોકાણકારોનો સંપર્ક સાંધવાની દિશામાં તપાસ હાથ ધરવામાં છે. રોકાણકારો અને એજન્ટની યાદી મળ્યા બાદ કૌભાંડનો સાચો આંકડો સામે આવશે તેવું અધિકારીઓ માની રહ્યા છે.

ધરપકડ બાદ CIDના અધિકારીઓ એજન્ટોની રાતભર પૂછપરછ હાથ ધરી છે. જેમાં કૌભાંડમાં કોણ કોણ સામેલ હતા, કેવી રીતે કૌભાંડ ચાલતુ હતું તે અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી. આ સાથે જ એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજવસ્તુઓ પણ કબ્જે કરાઈ છે.

એજન્ટોને 5થી 25 ટકા સુધી કમિશન આપતી

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મયુર દરજી BZ ગ્રુપમાં અઢી કરોડનું રોકાણ કર્યું હતું. તો ઠગ કંપની એજન્ટોને 5થી 25 ટકા સુધી કમિશન આપતી હતી. 5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખ રોકાણમાં સ્માર્ટ ટીવી અપાતું. ઠગબાજોએ વર્ષ 2016થી કંપની હાથ ધરવામાં આવી છે. 2020માં સમગ્ર રાજ્યમાં તેની જાળ બિછાવી આરોપીઓ હિંમતનગર, અરવલ્લી અને મહેસાણામાં ઓફિસ ખોલી હોવાની વિગતો છે.

CA રુષિત મહેતાના ઘરે CID દ્વારા તપાસ

BZ ગ્રુપના કાર્યવાહીના પગલે CA રુષિત મહેતાના ઘરે CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રુષિત મહેતાની ઓફિસ અને ઘરે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે. હિંમતનગરના મહાવીરનગરમાં રુષિતની ઓફિસ અને ઘર આવેલી છે. ₹6 હજાર કરોડના BZ ગ્રુપના કૌભાંડમાં વધુ ખુલાસા આવી શકે તેમ છે.

VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
ગિફ્ટ પર ક્યારે લાગે ટેક્સ, ક્યારે મળે છે છૂટ ? જાણો તમામ સવાલોના જવાબ
ગિફ્ટ પર ક્યારે લાગે ટેક્સ, ક્યારે મળે છે છૂટ ? જાણો તમામ સવાલોના જવાબ
વાહનોના દંડ ભરવા અમદાવાદ RTO કચેરીએ લાંબી કતાર
વાહનોના દંડ ભરવા અમદાવાદ RTO કચેરીએ લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">