AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્યમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ આવતા તંત્ર એલર્ટ, કુલ 11 લોકો આઈસોલેશનમાં

રાજ્યમાં ઈબોલાના પ્રથમ શંકાસ્પદ કેસ બાદ તંત્ર એલર્ટ થયું છે.આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલ વ્યક્તિમાં લક્ષણો દેખાયા છે.તાવની ફરિયાદ કરતાં વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

Breaking News : રાજ્યમાં ઈબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ આવતા તંત્ર એલર્ટ, કુલ 11 લોકો આઈસોલેશનમાં
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2026 | 2:09 PM
Share

આફ્રિકાના કોંગોથી વડોદરા આવેલ એક વ્યક્તિમાં ઈબોલાના લક્ષણ દેખાતા ગુજરાતનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. આફ્રિકાના કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા આવેલા 3 માંથી એકે તાવની ફરિયાદ કરી હતી. જે બાદ મંગળવાળે રાત્રે તેમને વડોદરાની બેંકર્સ હોસ્પિટલ લઈ જવાયા હતા. 37 વર્ષીય વ્યક્તિમાં શરદી-ખાંસીના તીવ્ર લક્ષણો હતા. અને તે કોંગોથી આવ્યાનું સામે આવતા બુધવારે સવારે હોસ્પિટલે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. જે બાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

ઈબોલાના પ્રથમ શંકાસ્પદ કેસ

યુવકના બે મિત્રો તેમજ તેમના સંપર્કમાં આવેલ તબીબને હાલ ક્વોરન્ટાઈન કરાયા છે. તો આફ્રિકાના દેશોનો પ્રવાસ કરીને આવનાર કુલ 11 લોકોને આઈસોલેશનમાં રખાયા છે. દર્દીને ઈબોલા જ થયો છે કે કેમ તેની પુષ્ટિ થઈ નથી. સેમ્પલ તપાસ માટે પુણે મોકલાયા છે. જો કે દર્દી 5 દિવસ વડોદરાની હોટલમાં રોકાયો હતો. ત્યારે તે કોના સંપર્કમાં આવ્યો હતો. અને ક્યાં-ક્યાં ગયો હતો. તે અંગે તપાસ હાથ ધરાઈ છે. તો હાલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ વોચ વધારી દેવાઈ છે. આફ્રિકાના દેશોથી આવનારા પ્રવાસીઓનું સઘન ચેકિંગ કરાયું રહ્યું છે.

હોસ્પિટલે આરોગ્ય તંત્રને જાણ કરતાં અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.શંકાસ્પદ દર્દીના બે મિત્રો સહિત એક તબીબ પણ આઈસોલેશનમાં છે.દર્દીના સેમ્પલ લઈ ટેસ્ટ માટે પુણે મોકલવામાં આવ્યા છે.

કઈ રીતે ફેલાય છે ઈબોલા?

આઈએમએના જણાવ્યા મુજબ ઈબોલા ઈફેક્ટેડ થયેલા વ્યક્તિા બ્લડ શરીરમાંથી ઉલ્ટી કે સંક્રમિત સામાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પણ સંક્રમણનું મોટું કારણ બની શકે છે. લેટરમાં એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઈબોલા નોર્મલ પરિસ્થિતિમાં હવા દ્વારા ફેલાતો નથી. આ કોવિડ 19 જેટલો જલ્દી સંક્રમણ ફેલાવનાર વાયરસ નથી.આઇએમએએ લોકોને સતર્ક રહેવા અને ચેપ અટકાવવા માટે આરોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

આફ્રિકામાં ઇબોલાએ મચાવેલા વિનાશને ધ્યાનમાં રાખીને, ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશના નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરી છે.

 ઇબોલાના લક્ષણો જાણો

  • ગંભીર માથાનો દુખાવો
  • વધારે તાવ
  • નબળાઈ
  • ઉલટી
  • ઝાડા

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
બનાસકાંઠામાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન 171 શંકાસ્પદ ઘીના ડબ્બા ઝડપ્યા!
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
Breaking News : પાલીતાણાની શેત્રુંજી નદીમાં દારૂની મજા માણતો વીડિયો
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બોરસદની યુવતીની કેનેડામાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
બાઈક બાદ હવે ક્રેન ખાડામાં પડી, જુઓ વીડિયો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે જિલ્લા પ્રમુખને કહ્યું માંફી માંગો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
નિયમિત કસરત કરો, વધુ પડતું ખાવાનું ટાળો
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">