Breaking News : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 400ને પાર, છેલ્લા 24 કલાકમાં 64 નવા કેસ નોંધાયા, 1નું મોત
ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 400ને પાર થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 461 એક્ટિવ કેસ નોંધાયા છે. એક જ અઠવાડિયામાં કોરોનાના કેસમાં 4 ટકા વધારો થયો છે.

ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 400ને પાર થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ 461 એક્ટિવ કેસ નોંધાયા છે. એક જ અઠવાડિયામાં કોરોનાના કેસમાં 4 ટકા વધારો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે. છેલ્લા 24 કલાકમાં જ 64 નવા કેસ નોંધાયા હતા. સૌથી વધુ 241 એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદ સિવિલમાં 4 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. 20 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 441 દર્દી હોમ આઈસોલેશનમાં છે. સત્તાવાર ડેટા અનુસાર કોરોનાથી એકનું મોત થયું છે.
દેશની વાત કરીએ તો સૌથી વધુ એક્ટિવ કેસ મામલે કેરળ 1 હજાર 416 મોખરે છે. તેમજ મહારાષ્ટ્ર 494 કેસ સાથે બીજા સ્થાને અને ગુજરાત 461 કેસ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે દિલ્લીમાં 393 એક્ટિવ કેસ અને પશ્ચિમ બંગાળમાં 372 એક્ટિવ કેસ નોંધાયા છે.
Gujarat Corona patients cross 400 mark; 64 fresh cases recorded in last 24 hours #GujaratCoronaUpdate #COVID19 #GujaratCovid19 #CoronaUpdate #TV9Gujarati pic.twitter.com/UOQZ29qNLL
— Tv9 Gujarati (@tv9gujarati) June 4, 2025
શું નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ?
દેશમાં મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના પેટા પ્રકારો જેમ કે JN.1, NB.1.8.1 અને LF.7 સાથે જોડાયેલા છે. આ પ્રકારો ઝડપથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ખતરનાક નથી. તેમના લક્ષણો પણ હળવા હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ, શ્વસન રોગોના દર્દીઓ, વૃદ્ધો અને નાના બાળકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય વિભાગ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.