AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વિવાદમાં રહેતી કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસે અટકાયત કરી

વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. પુણા પોલીસે કીર્તિ પટેલ ની અટકાયત કરી છે.સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલનુંઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન (13 લાખ) થી પણ વધુ ફોલોઅર્સ હતા.

Breaking News : વિવાદમાં રહેતી કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસે અટકાયત કરી
Image Credit source: AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2026 | 11:49 AM
Share

હંમેશા વિવાદમાં રહેતી કીર્તિ પટેલની પોલીસે  સુરેન્દ્રનગરથી અટકાયત કરી છે. સુરતમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે ફરિયાદ નોંધાવી છે. પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાઇ છે.

વિવાદિત કીર્તિ પટેલ

કીર્તિ પટેલ સામે ખંડણી અને હત્યાના પ્રયાસ (307) સહિત 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પણ અનેક વિવાદો અને ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે કીર્તિ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. ધમકીઓ આપવા અને ભયનું વાતાવરણ ઊભું કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો આરોપ છે. સતત કાયદાનો ભંગ અને વિવાદોમાં રહેતા આખરે ડિજિટલ પ્લેટફોર્મ પરથી એકાઉન્ટ દુર કરવામાં આવ્યું છે.

અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો માટે કડક સંદેશ

કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સોશિયલ મીડિયા પર અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે મહત્વનું પગલું ભર્યું છે. 13 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ અચાનક બેન થતાં સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જાગી છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી અને રીલ્સ બનાવતી કીર્તિ પટેલ માટે આ કાર્યવાહી મોટો આંચકો માનવામાં આવે છે. તમેજ સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો માટે આ એક કડક સંદેશ.

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન (13 લાખ) થી પણ વધુ ફોલોઅર્સ હતા.

વિવાદમાં રહેતી મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ફરી એકવાર કાયદાના સકંજામાં આવી, કીર્તિ પટેલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">