AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં દીપડાથી ફફડાટ, સાણંદના કાણેટી સુધી શોધખોળ, કર્ણાવતી ક્લબ પાસે દેખાયાની વાત અફવા

અમદાવાદમાં દીપડાથી ફફડાટ, સાણંદના કાણેટી સુધી શોધખોળ, કર્ણાવતી ક્લબ પાસે દેખાયાની વાત અફવા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2026 | 3:57 PM
Share

ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયા બાદ વન વિભાગનું સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ છે. કર્ણાવતી ક્લબ પાસે દીપડો દેખાયાની વાત તપાસ બાદ અફવા સાબિત થઈ છે.

અમદાવાદના ઘુમા ગામમાં આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટના સામે આવતાં જ સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મેયર અને અન્ય અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થાનિકો પાસેથી માહિતી મેળવી હતી.

દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગની ટીમો સતત કામે લાગી હતી. ઘુમા અને શેલા વિસ્તારમાં આખી રાત થર્મલ ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવા છતાં બીજા દિવસે પણ દીપડો વન વિભાગના હાથે લાગ્યો નથી. હવે તપાસનો ધમધમાટ કાણેટી ગામની આજુબાજુના વિસ્તારો સુધી લંબાવવામાં આવ્યો હતો.

બીજી તરફ, એસ.જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબ નજીક કેફેની પાછળ દીપડો દેખાયો હોવાની ચર્ચા જાગી હતી. જોકે વન વિભાગની તપાસ દરમિયાન ત્યાં મળેલા પગના નિશાન શ્વાનના હોવાનું સ્પષ્ટ થતાં આ વાત માત્ર અફવા સાબિત થઈ છે. આમ છતાં, સતર્કતાના ભાગરૂપે વન વિભાગે ત્યાં પણ પાંજરું મૂક્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેત રહેવા અપીલ કરી છે.

Breaking News : દીપડાનો પત્તો ન લાગતા વન વિભાગે સર્ચ ઓપરેશનનું સ્થળ બદલ્યું, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">