20 ઈંચ વરસાદે વિખેરી દિનચર્યા… રેલવે ટ્રેકની દીવાલ તૂટી, વાત્રક રોડ જમીનદોસ્ત – જુઓ Video
ખેડા જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. મહેમદાવાદ તાલુકામાં અંદાજે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પર ગંભીર અસર પડી છે. વાત્રક નદી તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો માટે અવરજવર અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

ઓડા દ્વારા અંદાજિત 10 વર્ષ પહેલાં બનાવવામાં આવેલો આ રોડ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ટકી શક્યો નથી, પરિણામે વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. સતત વરસાદથી જમીનનું ભારે ધોવાણ થતાં અનેક સ્થળોએ જોખમી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે રેલવે ટ્રેક નજીક આવેલી સુરક્ષા દીવાલ પણ નીચે બેસી ગઈ છે, જે સલામતી અંગે નવા પ્રશ્નો ઊભા કરે છે.
આ રસ્તાઓ બિસ્માર બનવાથી અને સંપૂર્ણપણે નીચે બેસી જવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો હવે ODA પાસેથી આ રોડનું વહેલામાં વહેલી તકે સમારકામ પૂર્ણ કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.
Breaking News : પાવાગઢ ફરવાનો પ્લાન બનાવતા પહેલા આ સમાચાર વાંચી લો, રોપ-વે સેવા 5 દિવસ બંધ રહેશે, જુઓ Video
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ