AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રહ્મમુહૂર્તમાં ‘રામાયણ’નું ટ્રેલર કેમ રિલીઝ થયું? આ સમયની અલૌકિક શક્તિ પાછળનું રહસ્ય જાણો

રામાયણ ફિલ્મનું ટ્રેલર 30 જુલાઈ 2026ની સવારે 4:15 પર રિલીઝ કરવામાં આવ્યું હતુ. આમ તો ફિલ્મનું ટ્રેલર બપોરના કે સાંજે રિલીઝ કરવામાં આવે છે. રામાયણનું ટ્રેલર બ્રહ્મમુહૂર્તમાં કેમ રિલીઝ કરવામાં આવ્યું તેના વિશે જાણીએ.

બ્રહ્મમુહૂર્તમાં 'રામાયણ'નું ટ્રેલર કેમ રિલીઝ થયું? આ સમયની અલૌકિક શક્તિ પાછળનું રહસ્ય જાણો
| Updated on: Jul 30, 2026 | 11:04 AM
Share

ફિલ્મ રામાયણનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે સોશિયલ મીડિયા પર બ્રહ્મમુહૂર્ત શું હોય છે અને કેમ ફિલ્મના મેકર્સે આ સમય પસંદ કર્યો. તેના વિશે વિસ્તારથી જાણીએ. સનાતન ધર્મમાં આ સમયનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ કોઈ સાધારણ સમય નથી પરંતુ ઈશ્વરીય સમય છે. આ દરમિયાન આખું બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે. ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોના અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં શરુ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય અસફળ થતું નથી. તો ચાલો જાણીએ બ્રહ્મમુહૂર્તનું ધાર્મિક મહત્વ અને તેના અદ્દભૂત ફાયદાઓ.

બ્રહ્મ મુહૂર્ત શું છે અને ક્યારે શરુ થાય છે?

બ્રહ્મનો અર્થ છે પરમાત્મા એટલે કે, પરમ જ્ઞાન અને મુહૂર્તનો અર્થ થાય છે પરમાત્માનો સમય. આ સમય સૂર્યોદયથી 1 કલાક 36 મિનિટ પહેલા શરુ થાય છે અને 48 મિનિટ સુધી રહે છે. સામાન્ય રીતે સવારે 4 કલાકથી 5:30 કલાક વચ્ચેના સમય બ્રહ્મમુહૂર્ત માનવામાં આવે છે.

બ્રહ્મ મુહૂર્તનું ધાર્મિક મહત્વ

  • સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને પરમાત્મા અને સર્જનનો સમય માનવામાં આવે છે.
  • રામાયણ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા, ધન વૈભવ, સારું સ્વાસ્થ અને તેજ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
  • કહેવાય છે કે આ સમયે દેવીય ઉર્જા સૌથી વધારે હોય છે.
  • પ્રાચીન કાળમાં ઋષિ-મુની બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હતા. કારણ કે, આ સમય ધ્યાન, યોગ અને પૂજા-અર્ચના માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે.
  • શાસ્ત્રો અનુસાર આ સમય સંપૂર્ણ બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનું પ્રભાવ સૌથી વધારે હોય છે.તેમજ નકારાત્મક ઉર્જા સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહે છે.
  • ધાર્મિક માન્યતા છે કે, આ સમય પર દેવી -દેવતા આકાશ માર્ગમાં ભ્રમમ કરતા હોય છે. ત્યારે કોઈ પણ આ સમયે ઉઠી ભગવાનની ઉપાસના કરે તો તેના તમામ કષ્ટ દુર થાય છે.
  • એવું પણ માનવામાં આવે છે કે, આ મુહૂર્તમાં સંકલ્પ લઈ શરુ કરેલા કોઈ પણ શુભ કાર્ય ક્યારેય અસફળ થતું નથી.

બ્રહ્મમુહૂર્તમાં શું કરવું જોઈએ?

  • આ સમય પર સ્નાન કરી ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ.
  • ઈશ્વરના મંત્રોનો જાપ કરવો જોઈએ.
  • આ સમય અભ્યાસ કરવા કે આત્મ-ચિંતન માટે બેસ્ટ માનવામાં આવે છે.
  • આ સમય પર શુભ કામની શરુઆત કરવી જોઈએ.

નોંધ: આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

Breaking News : બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયેલા રામાયણના ટ્રેલરને જોઈ તમારા રુંવાડા ઉભા થઈ જશે, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">