Breaking News : ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના DNA સેમ્પલ મેચ થયા – હર્ષ સંઘવી
અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા એક વ્યક્તિ સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનુ મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પર સવાર હતા. જેમનું પણ કરુણ મોત થયું છે. સૂત્ર દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર પૂર્વ CM વિજય રૂપાણીના DNA મેચ થયા છે. જો કે હજુ DNA અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના નિધન બાદ તેમના ઘરે નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. નેતાઓ તેમના પરિવારને સાંત્વના આપી છે.

અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા એક વ્યક્તિ સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનુ મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પર સવાર હતા. જેમનું પણ કરુણ મોત થયું છે. સૂત્ર દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર પૂર્વ CM વિજય રૂપાણીના DNA મેચ થયા છે. ગુજરાતના પૂર્વ CM સ્વર્ગસ્થ વિજય રુપાણીના નિધન બાદ તેમના ઘરે નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. નેતાઓ તેમના પરિવારને સાંત્વના આપી છે.
આજે સવારે 11:10 કલાકે DNA મેચ થયા – હર્ષ સંઘવી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે. 12મી તારીખે એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા બાદ તેમના મૃતદેહની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ ચાલી રહ્યું હતું. આજે સવારે 11:10 કલાકે ડીએનએ મેળ ખાવાના સમાચાર સામે આવ્યા. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ સમાચાર બાદ રાજકોટમાં તેમના નિવાસસ્થાને ઘણા નેતાઓ અને રાજકીય પક્ષોના આગેવાનો શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા.
Update as of 1.00 pm
From 9 PM last night to 1 PM today, our teams have worked tirelessly to match DNA samples. We are pleased to report that an additional 22 DNA samples have been matched, bringing the total to 42 matched DNA samples so far. https://t.co/9HxmXhwAUj
— Harsh Sanghavi (@sanghaviharsh) June 15, 2025
પરિવારજનો નક્કી કરશે અંતિમ સંસ્કારનો સમય
વિજય રૂપાણીના પરિવારને આ સમયે સાંત્વના આપવા માટે અનેક નેતાઓએ મુલાકાત લીધી. તેમના મૃત્યુના સમાચારથી ગુજરાત ભાજપમાં શોક છવાયો છે. તેમના લાંબા રાજકીય કાર્યકાળ અને ગુજરાતના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરીને લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ સંસ્કારની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે. આ ઘટનાથી સમગ્ર રાજ્ય શોકમાં ગરકાવ થયું છે. વિજય રૂપાણીનું ગુજરાતના રાજકારણમાં મહત્વનું યોગદાન રહ્યું છે અને તેમના અવસાનથી એક મોટા નેતા ગુમાવવાનો દુઃખદ અનુભવ થયો છે.
અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થતા એક વ્યક્તિ સિવાય બાકીના તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનુ મોત થયું હતું. આગમાં બળી ગયેલા લોકોની ઓળખી ન શકાય તેવી સ્થિતિ હોવાના કારણે DNA ટેસ્ટ કરવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં 32 મૃતદેહોના DNA મેચ થયા.
DNA કરાયેલા 14 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા
બપોરે 12 વાગ્યે પ્રાપ્તથતી માહિતી અનુસાર DNA કરાયેલા 14 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા છે. મૃતકોના ઘર સુધી ડૉક્ટરની એક ટીમ પણ રવાના કરવામાં આવી છે. ઉદયપુર, વડોદરા, અમદાવાદના મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. જેમાં અમદાવાદના 4, વડોદરાના 2 , ખેડા 1, અરવલ્લી 1 બોટાદના 1, મહેસાણા 4, ઉદયપુર 1 નો સમાવેશ થાય છે.