AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 24 કલાકમાં ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ

ચોમાસું જલ્દીથી હવે ભારતમાં આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Breaking News  : 24 કલાકમાં ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
Image Credit source: AI
| Updated on: Jun 25, 2026 | 8:41 AM
Share

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો સહિત દેશભરના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.દેશમાં ચોમાસું હવે જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી લઈ અરુણાચલ પ્રદેશમાં પુર જેવી સ્થિત જોવા મળી રહી છે. યુપી,એમપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, રાજધાની દિલ્હી અને નજીકના NCRમાં હાલમાં ગરમ ​​અને ભેજવાળું વાતાવરણ છે. જોકે, અહીં પણ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ચોમાસું 2-3 દિવસમાં ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે 19 રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 60 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફુંકાશે.

આ 19 રાજ્યોમાં એલર્ટ

  1. દિલ્હી-એનસીઆર
  2. ઉત્તર પ્રદેશ
  3. બિહાર
  4. મહારાષ્ટ્ર
  5. ગુજરાત
  6. ઉત્તરાખંડ
  7. હિમાચલ પ્રદેશ
  8. છત્તીસગઢ
  9. ઝારખંડ
  10. પંજાબ
  11. પશ્ચિમ બંગાળ
  12. ઓડિશા
  13. આસામ
  14. અરુણાચલ પ્રદેશ
  15. સિક્કિમ
  16. આંધ્ર પ્રદેશ
  17. કર્ણાટક
  18. તમિલનાડુ
  19. કેરળ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લઈ સુરત પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકોને રાહત મળી શકે છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન વીજળીની સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન અને ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.

અલ નીનો ઘટનાથી ચોમાસા પર અસર પડી રહી છે. ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 76 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના ખરીફ પાક પર અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસાના આગમનમાં હજુ 3 થી 5 દિવસનો સમય લાગી શકે છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">