Breaking News : PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે રાહત પેકેજ જાહેર, મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય

|

Sep 23, 2023 | 2:35 PM

જો કે રાહત પેકેજમાં કેટલા કરોડની રાહત અપાશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતમાં પૂર માનવ સર્જિત અપદા હોવાનું વિપક્ષનો આરોપ છે અને ગુજરાતમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન 26 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PMના ગુજરાત પ્રવાસ પહેલા ઉતાવળે રાહત પેકેજ જાહેર કરાયું હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Breaking News : PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે રાહત પેકેજ જાહેર, મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે સહાય

Follow us on

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પહેલા રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ (Rain) તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પૂર આવતા પાકને નુકસાન થયુ હતુ. આ જિલ્લામાં ખેતીમાં બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 (Agricultural relief package 2023) જાહેર કર્યું છે.

આ પણ વાંચો-Rajkot: MJ કુંડલિયા કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થિની જાતિય સતામણીનો આરોપ, પ્રોફેસર સામે કાર્યવાહી કરવાનો આદેશ, જુઓ Video

જો કે રાહત પેકેજમાં કેટલા કરોડની રાહત અપાશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતમાં પૂર માનવ સર્જિત અપદા હોવાનું વિપક્ષનો આરોપ છે અને ગુજરાતમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન 26 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે PMના ગુજરાત પ્રવાસ પહેલા ઉતાવળે રાહત પેકેજ જાહેર કરાયું હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અસરગ્રસ્ત ખેડૂતોને થયેલા નુકસાનને લઇને આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે.તાજેતરમાં ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.જેના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.

આ અંદાજ અહેવાલોના સંદર્ભમાં રાજ્ય સરકારે જે તે જિલ્લાના ખેડૂતોને થયેલ નુકસાન સામે સહાય રૂપ થવા માટે SDRF ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કૃષિ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે. આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.

જાણો કેટલી સહાય અપાશે.

  • આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500 રુપિયાની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
  • આ ખરીફ ઋતુ 2023-24 ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય અપાશે. ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ 8500 રુપિયા પ્રમાણે મળીને કુલ રૂપિયા 25 હજાર સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.
  • બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર હેક્ટર દીઠ રૂપિયા 22 હજાર 500 રુપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર 15 હજાર રુપિયા મળી કુલ 37 હજાર 500 સહાય હેઠળ હેકટર દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.
  • બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર 22 હજાર 500 રુપિયાની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1 લાખ 2 હજાર 500ની સહાય મળીને કુલ 1 લાખ 25 હજારની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.
  • આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

આ રીતે ખેડૂતો અરજી કરી શકશે

  • સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.
  • આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવાની રહેશે.
  • આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:06 pm, Sat, 23 September 23

Next Article